ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

72 કલાકમાં વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકસાની સર્વે કરી પેકેજ આપવા CM ને પત્ર લખી કરી માંગ

ગુજરાત 21 જુલાઈ 2024 : 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ વરસી ગયો એવા જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં તાત્કાલિક સર્વે કરી કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સ્પેશિયલ પેકેજ જાહેર કરવા અંગે માંગણી કરી છે

દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં નુકસાની સર્વે કરવા કરી માંગ

કિસાન નેતા પાલભાઈ આંબલીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરતા જણાવ્યું હતું કે છેલ્લા 72 કલાકમાં સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં સરેરાશ 101%, પોરબંદર જિલ્લામાં 93% જૂનાગઢ જિલ્લામાં 84% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણનું ખૂબ મોટું નુકસાન થયું છે માલધારી ભાઈઓને પોતાના પશુઓનું જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી જવાના કારણે ઘર વખરી અને ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ છે બઝારોમાં કળસમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને પોતાની દુકાનો ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ સામાન પલળી જવાના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે

ઘેડ પંથકના 40-45 ગામો સંપર્ક વિહોણા હોવાનો ઉલ્લેખ

કિસાન નેતાએ ઉમેર્યું હતું કે જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ પાંચ તાલુકાના 65 થી 70 ગામો કે જે ઘેડ પંથકથી ઓળખાય છે તે પૈકી ઓછામાં ઓછા 40 થી 45 ગામો છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા છે કે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પૈકી 20 થી 25 ગામો હજુ આવનાર 72 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે તો પણ નવાઈ જેવું નથી ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે એકબાજુ આપણે વિશ્વગુરુના સપનાઓ બતાવીએ છીએ, ડબલ એન્જીન સરકારના ગાણા ગાઈએ છીએ, ગુજરાત મોડેલનો પ્રચાર આખા ભારતમાં કરી રહ્યા છીએ ત્યારે 40 – 45 ગામો એક અઠવાડિયા સુધી સંપર્ક વિહોણા રહે, ટાપુમાં ફેરવાઈ ગયેલા રહે અને આપણે ડબલ એન્જીન સરકાર લાચાર બની રહેવા સિવાય કશું જ ન કરી શકીએ તો આ તે સરકારની કેવી નબળાઈ ? ભ્રષ્ટ તંત્રના કારણે નાગરિકોને જાનમાલનું નુકશાન થાય, 40 – 45 ગામો દુનિયાથી સંપર્ક વિહોણા થઈ જાય એ ભ્રષ્ટ તંત્રની સૌથી મોટી ફરિયાદ છે

કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી

વળતર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી આપતા પાલભાઈએ જણાવ્યું હતું કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં જ્યાં જ્યાં પાક નુકશાની, જમીન ધોવાણ, માલધારીઓ, વેપારીઓ, નાગરિકોને જેને જેને નુકશાની થઈ છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, થયેલ નુકશાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે ઘેડ વિસ્તારમાં જે કાયમીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરી ચાલુ વર્ષે થયેલી નુકશાની સામે સ્પેશિયલ પેકેજની 72 કલાકમાં જાહેરાત કરવામાં આવે અન્યથા આ વિસ્તારના લોકો, ખેડૂતોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવાની અમારે ફરજ પડશે

આ પણ વાંચો : અમદાવાદઃ ટોયલેટની બારી તોડી ભાગેલો આરોપી લીમખેડાથી ઝડપાયોઃ ACP જયેશ બ્રહ્મભટ્ટ

Back to top button