ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

‘કોલકાતામાં મહિલાઓની સુરક્ષા ક્યાં છે?’ ફેમસ અભિનેત્રી પર રસ્તા વચ્ચે હુમલો, લાઈવ વીડિયોમાં દેખાડી પરિસ્થિતિ

  • જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જીની કાર પર હુમલો, બદમાશોએ કારનો કાચ મુક્કો મારીને તોડી નાખ્યો

કોલકાતા, 24 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઇન્ટર્ન ડૉક્ટર સાથે થયેલી બર્બરતા પર આખો દેશ આ દિવસોમાં ગુસ્સે છે. આ દરમિયાન કોલકાતાથી વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે અને આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે નહીં પરંતુ બંગાળી મનોરંજન ક્ષેત્રની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે બની છે. કોલકાતામાં એક બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને કારનો કાચ મુક્કો મારીને તોડી નાખ્યો તે પછી અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટના શુક્રવારે સાંજે દક્ષિણ કોલકાતાના સધર્ન એવેન્યુ વિસ્તારમાં બની હતી, જેની માહિતી ખુદ પાયલ મુખર્જીએ વીડિયો શેરને આપી હતી. જેમાં તેણી બતાવતી જોવા મળી રહી છે કે કેવી રીતે બદમાશોએ તેની કારનો કાચ તોડ્યો. વીડિયોમાં બંગાળી એક્ટ્રેસ ખૂબ જ ડરી ગઈ છે અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં છે.

જૂઓ અહીં વીડિયો

 

 

બંગાળી અભિનેત્રી પર રસ્તા વચ્ચે હુમલો

અભિનેત્રીએ ઘટના દરમિયાન જ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને સમગ્ર ઘટનાને સંભળાવી. એક્ટ્રેસની કાર પર હુમલો કરતી વખતે હુમલાખોરે કાચ તોડી નાખ્યો, જેના કારણે પાયલ ખરાબ રીતે ડરી ગઈ અને રડવા લાગી. પાયલે સોશિયલ મીડિયા પર આ ભયાનક ઘટનાની ઝલક બતાવી. વીડિયોમાં, પાયલ આઘાતજનક અનુભવને યાદ કરતી વખતે આંસુ લૂછતી જોઈ શકાય છે. તેણીએ કહ્યું કે, આ અચાનક હુમલાથી તે ચોંકી ગઈ હતી. ઘટના સ્થળની તસ્વીરોમાં તેની કારની બારીના તૂટેલા કાચ પણ દેખાય છે. આ સાથે અભિનેત્રીએ હુમલાખોરની બાઇકની વિગતો પણ શેર કરી છે.

પાયલ મુખર્જીએ તેની આપવીતી સંભળાવી

આ દરમિયાન પાયલ મુખર્જી કોલકાતામાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવતી જોવા મળે છે. અભિનેત્રી કહે છે કે, તેની પાછળ આવેલા બાઇક સવારે તેને પહેલા કારની બારી ખોલવાનું કહ્યું, પરંતુ છેડતીના ડરથી તેણીએ બારી ખોલવાની ના પાડી. જે બાદ હુમલાખોરે તેની કારની બારી પર મુક્કો માર્યો અને કાચ તોડી નાખ્યો તેમજ કારની અંદર સફેદ પાઉડર જેવી વસ્તુ ફેંકી દીધી. કાચના ટુકડા તેના આખા શરીર પર ઊડ્યાં. આ વીડિયો પોસ્ટ કરતી વખતે, તેણીએ મદદ માટે કોલકાતા પોલીસને ટેગ કર્યું, જે પછી પોલીસ એક્શનમાં આવી અને સ્થળ પર પહોંચી.

કોલકાતામાં વિરોધ પ્રદર્શન ચાલુ છે

પાયલ મુખર્જી સાથેની આ ઘટનાએ સમગ્ર બંગાળી ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. અભિનેત્રીના સમર્થનમાં ઘણા સ્ટાર્સ બહાર આવ્યા છે અને કોલકાતાના રસ્તાઓ પર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. અભિનેત્રી પરનો આ હુમલો કોલકાતાના તંગ વાતાવરણ વચ્ચે થયો છે, જ્યાં આ દિવસોમાં નાગરિકો RG કર હોસ્પિટલમાં ફરજ પરની એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ કરી રહ્યા છે તેમજ મૃતક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ પણ જૂઓ: જર્મનીના સોલિંગનમાં તહેવાર દરમિયાન છરી વડે હુમલો, ત્રણના મૃત્યુ-ચાર ઘાયલ

Back to top button