વિવાદોની વચ્ચે ક્યાં છે સમય રૈના? મહારાષ્ટ્ર સાઈબર સેલે કોમેડિયનને બીજી વખત મોકલ્યું સમન્સ

- મહારાષ્ટ્ર સાઈબર સેલે સમય રૈનાને સમન્સ જારી કરીને 19 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અગાઉ તેને 17 માર્ચે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું
HD ન્યુઝ ડેસ્કઃ યુટ્યુબ કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ’માં અશ્લીલ ટિપ્પણીઓના વિવાદ બાદ, સમય રૈના, રણવીર અલ્લાહબાદિયા સહિત ઘણા યુટ્યુબર્સ પર મહારાષ્ટ્ર સાયબર સેલની તલવાર લટકી રહી છે . હવે આ કેસમાં મહારાષ્ટ્ર સાઈબર સેલે ફરીથી સમય રૈનાને સમન્સ જારી કર્યું છે. સોમવારે વિભાગે રૈનાને સમન્સ જારી કરીને 19 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અગાઉ તેને 17 માર્ચે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રૈના હાજર થયો ન હતો. દરમિયાન, સોશિયલ મીડિયા પર ચિંતા વધી રહી છે કે વર્ષોથી ચાહકોનું મનોરંજન કરતો કોમેડિયન સમય રૈના વિવાદ પછી આખરે છે ક્યાં?
View this post on Instagram
સમય રૈના ક્યાં છે?
ચાહકોને ચિંતા છે કે રૈના ફરી ક્યારે જોવા મળશે અને તે હાલમાં ક્યાં છે. આવી સ્થિતિમાં એવી માહિતી સામે આવી છે કે રૈના હાલમાં વિદેશમાં છે અને તેના આંતરરાષ્ટ્રીય શોમાં વ્યસ્ત છે. શરૂઆતમાં તેણે મહારાષ્ટ્ર સાયબર સેલમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે યુએસએ અને કેનેડામાં પોતાના કામના કમિટમેન્ટના કારણે વિડિઓ-કોન્ફરન્સિંગ દ્વારા તેમનું નિવેદન આપવા તૈયાર છે, પરંતુ સેલે તેની વિનંતીને નકારી કાઢી હતી અને તેમને રૂબરૂ હાજર થવા કહ્યું હતું. ત્યારબાદ તેને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું હતું અને 19 માર્ચે સેલ સમક્ષ હાજર થવાનું પણ કહેવામાં આવ્યું છે.
વિવાદાસ્પદ એપિસોડને કારણે શો બંધ થયો હતો
ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પરનો આ વિવાદ શોમાં અશ્લીલ ટિપ્પણીઓ અને કોમેડીને લઈને થયો હતો. 8 ફેબ્રુઆરી 2025ના રોજ, શોનો એક એપિસોડ સમય રૈનાની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયો હતો જેમાં યુટ્યુબ-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતાપિતાની ઈન્ટિમસીને લઈને એક અભદ્ર પ્રશ્ન પૂછ્યો હતો. શોના જજ પેનલનો ભાગ રહેલા યુટ્યુબર અપૂર્વ માખીજાએ પણ અપશબ્દોનો ઉપયોગ કરીને કોમેડી કરી હતી. ત્યારથી આ શો સામે દેશભરમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો અને ઘણા યુટ્યુબર્સ અને ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ કારમાં બેસીને કેમ રડવા લાગી આમિર ખાનની લાડકી? ઉઠ્યા સવાલો; વાયરલ થયો વીડિયો