નવજોત સિદ્ધુ ક્યાં છે? ઓ ગુરુ કહાં હો? હો જાઓ શુરૂ, કબ ઠોકોગે તાલી?
- નવજોત સિંહ સિદ્ધુ લાંબા સમય બાદ ફરી એકવાર રાજકારણમાં વાપસી કરવાની તૈયારીમાં
HD ન્યૂઝ ડેસ્ક, 22 નવેમ્બર: ક્રિકેટથી લઈને રાજકારણ સુધીની સફર કરનારા નવજોત સિંહ સિદ્ધુ ઘણા સમયથી સક્રિય રાજનીતિથી દૂર છે. સિદ્ધુ કોંગ્રેસમાં સામેલ છે પરંતુ લાંબા સમયથી જેલમાં હતા. હવે ફરી એકવાર સિદ્ધુ રાજનીતિમાં પરત ફરે તેવી અટકળો ચાલી રહી છે. હકીકતમાં, ગુરુવારે સિદ્ધુએ પોતાના પત્ની નવજોત કૌર સાથે અમૃતસર સ્થિત તેમના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે પોતાના ભવિષ્યના રાજકીય પગલાં વિશે સંકેતો આપ્યા હતા. આ દરમિયાન સિદ્ધુએ તેમના પત્નીના કેન્સર સામેના સંઘર્ષ અને તેમના જીવનના કેટલાક મહત્ત્વપૂર્ણ પાસાઓ વિશે પણ વાત કરી હતો.
My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82
— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024
રાજકારણમાં પાછા ફરવાનો નિર્ણય પાર્ટીએ લેવો પડશે: સિદ્ધુ
જ્યારે નવજોત સિંહ સિદ્ધુને તેમની સક્રિય રાજનીતિમાં વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘મારા સક્રિય રાજકારણમાં પાછા ફરવાનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડે લેવાનો છે.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ‘તેઓ કોંગ્રેસ પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી દરેક કર્તવ્યને નિભાવવા માટે તૈયાર છે.’ સિદ્ધુએ કહ્યું કે, ‘જો પાર્ટી મને કોઈ જવાબદારી આપશે તો હું તેને નિભાવીશ.’ સિદ્ધુએ વધુમાં કહ્યું કે, ‘અમૃતસર તેમનું ઘર છે અને તેઓ તેને છોડીને ગયા નથી, ત્યાં સુધી કે તેમના પત્નીની સારવાર દરમિયાન પણ તેને અમૃતસર છોડ્યું નથી.’
પત્ની નવજોત કૌર કેન્સર સામે લડી રહ્યા છે
આ દરમિયાન સિદ્ધુએ તેમના પત્ની નવજોત કૌરની કેન્સર સામે લડવાની સફર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, કેવી રીતે તેમણે અને તેમના પત્નીએ આ મુશ્કેલ સમયનો સામનો કર્યો અને આખરે કેન્સર સામેની લડાઈ જીતવામાં સફળતા મેળવી. સિદ્ધુએ કેન્સરથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ પોતે વારંવાર તેમના પત્નીને સ્વસ્થ આહાર માટે પ્રેરિત કરતા હતા અને હવે તે અન્ય લોકોને કેન્સરથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવા માંગે છે.
સિદ્ધુ રાજકારણમાં વાપસી કરશે
નવજોત સિંહ સિદ્ધુનું આ નિવેદન તે બધા લોકો માટે સંકેત છે જેઓ લાંબા સમયથી તેમની રાજકીય કારકિર્દી વિશે વિચારી રહ્યા હતા. સિદ્ધુએ કહ્યું કે, ‘મેં ક્યારેય અમૃતસર છોડ્યું નથી અને હંમેશા અહીં રહીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે.’ હવે તેમના પત્નીના કેન્સરમાંથી સાજા થયા પછી, તેમના સક્રિય રાજકારણમાં પાછા ફરવાની શક્યતા વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
આ પણ જૂઓ: નવજોત સિંહ સિદ્ધુએ શા માટે છોડ્યો કપિલ શર્મા શો? 5 વર્ષ બાદ તોડ્યું મૌન, જાણો શું કહ્યું