ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

સૌથી વધુ અબજોપતિ ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે છે? સંપત્તિ કેટલા ટકા વધી?

  • સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 9 ડિસેમ્બર: ઝડપી અર્થતંત્રને પગલે સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અબજોપતિઓની આ યાદીમાં ભારતે પણ મોટી છલાંગ લગાવી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈને 185 થઈ ગઈ છે. અબજોપતિઓની આ યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે.

 

અબજોપતિઓની યાદીમાં કોણ ટોચ પર?

અમેરિકાએ ફરી એકવાર સૌથી વધુ અબજોપતિ ધરાવનાર દેશનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. અમેરિકામાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે. UBS બિલિયોનેર એમ્બિશન્સ રિપોર્ટની યાદી મુજબ, સૌથી વધુ અબજોપતિઓની સાથે અમેરિકા પ્રથમ સ્થાને છે. વર્ષ 2024માં અમેરિકામાં 835 અબજોપતિ રહે છે.

ચીનમાં અબજોપતિઓની સંપત્તિ ઘટી 

અબજોપતિઓના દેશોની આ યાદીમાં ચીન બીજા સ્થાને હોવા છતાં ચીનમાં અબજોપતિઓની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2024માં ચીનમાં 427 અબજોપતિ છે. ચીનમાં અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. ત્યાંના અબજોપતિઓની સંપત્તિ $2.1 ટ્રિલિયનથી 16% ઘટી છે. ચીનમાં બિઝનેસમેન શી જિનપિંગ સરકારની તેમના બિઝનેસમાં દખલગીરીને કારણે સતત પરેશાન છે. જેના કારણે તેઓ ચીન છોડી રહ્યા છે.

ભારતમાં કેટલા અબજોપતિ છે?

ભારતમાં અબજોપતિઓની સંપત્તિ ઝડપથી વધી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં અબજોપતિઓની સંપત્તિ 42% વધીને $905 બિલિયનથી વધુ થઈ ગઈ છે. 10 વર્ષમાં ભારતીય અબજોપતિઓની સંખ્યા બમણીથી વધીને 185 થઈ ગઈ છે. ભારતમાં અબજોપતિઓની સૌથી વધુ સંખ્યા ફાર્માસ્યુટિકલ્સ, એજ્યુકેશન ટેક્નોલોજી, ફાયનાન્સિયલ ટેક્નોલોજી, ફૂડ ડિલિવરી સેક્ટરના છે. ભારતમાં સરકારની સકારાત્મક નીતિઓ, વ્યાપાર કરવા માટે અનુકૂળ વાતાવરણ અને વિશાળ વૈશ્વિક બજારને કારણે ઉદ્યોગપતિઓની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે.

એક વર્ષમાં 32 અબજોપતિ

આખું વિશ્વ આર્થિક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 12 મહિનામાં ભારતમાં 32 નવા અબજોપતિ જોડાયા છે. મતલબ કે દર મહિને લગભગ 3 નવા અબજોપતિ આ યાદીમાં જોડાઈ રહ્યા છે. ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ 75.34 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષ કરતાં 42.1 ટકા વધુ છે. અબજોપતિઓની સંયુક્ત સંપત્તિમાં 263%નો વધારો થયો છે.

આ પણ જૂઓ: અદાણી ગ્રુપ 5 વર્ષમાં રાજસ્થાનમાં 5 વર્ષમાં 7.5 લાખ કરોડનું રોકાણ કરશેઃ કરણ અદાણી

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button