એલિયન્સ ક્યાંથી સંદેશા મોકલે છે? અમેરિકન પિતા-પુત્રીએ શોધી કાઢ્યો જવાબ
અમેરિકા, 30 ઓકટોબર, ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે માનવીએ હંમેશા શક્તિશાળી શોધ કરી છે. એલિયન સાથે સંપર્ક કરવાના પ્રયત્નો વર્ષોથી ચાલુ છે, જોકે આપણને અત્યાર સુધી એલિયન જીવનના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ ગયા વર્ષે મે મહિનામાં મંગળની પરિક્રમા કરી રહેલા યુરોપિયન સ્પેસ એજન્સીના ઉપગ્રહે પૃથ્વી પર અવકાશમાં પ્રાપ્ત સંકેત મોકલ્યો હતો. જે બાદ આ સિગ્નલને ડીકોડ કરવાની સ્પર્ધા યોજાઈ હતી. અમેરિકાના પિતા-પુત્રીની ટીમે તેનું રહસ્ય વિશે ખુલાસો કર્યો. આ કામમાં એક વર્ષ થયું. પરંતુ હવે એલિયન સિગ્નલ ડીકોડ કરવામાં આવ્યું છે.
પૃથ્વી પર વૈજ્ઞાનિક ક્વાંટમ કોમ્યુનિકેશન પર કામ કરી રહ્યા છે. ક્વાંટમ ફિઝિક્સમાં કેટલાક એવા ગુણ છે જે સામાન્ય કોમ્યુનિકેશન સિસ્ટમની તુલનામાં માહિતીઓને ઘણી ઝડપથી વધુ સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકે છે. એક વર્ષની મહેનત બાદ અમેરિકન પિતા-પુત્રીની ટીમે મંગળ પરથી મોકલવામાં આવેલા એલિયન સિગ્નલને ડીકોડ કર્યો છે. આ બંનેના નામ કેન ચેફિન અને કેલી ચેફિન છે. આ સંકેત મંગળ પરથી પ્રાપ્ત થયો હતો અને ગયા વર્ષે મે મહિનામાં યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના ExoMars Trace Gas Orbiter (TGO) દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો.
જાણો આ આ સંકેતને કેવી રીતે ડીકોડ કર્યો
અમેરિકાના કેન અને કેલી ચેફિને આ સંકેતને ડીકોડ કર્યો. જેમાં સફેદ ટપકાં અને રેખાઓના પાંચ જૂથો હતા. જેનું બેકગ્રાઉન્ડ બ્લેક હતું. આ કોષોની રચના તરફ ઈશારો કરતા હતા. એટલે કે જીવનની રચના તરફ. કેન અને કેલીએ જણાવ્યું કે અમારા ડીકોડેડ મેસેજમાં પાંચ એમિનો એસિડ છે, જે બ્રહ્માંડમાં જીવન બનાવે છે. આ બધા જૈવિક મોલેક્યુલર આકૃતિઓ છે. એટલે કે, જીવન આપનાર એમિનો એસિડનો આકૃતિ. આ બ્લોક્સમાં તમને 1,6, 7, 8 પિક્સેલની અણુ સંખ્યાઓ મળશે. એટલે કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. આ રેખાકૃતિઓમાંની રેખાઓ સિંગલ અને ડબલ બોન્ડમાંથી બનાવવામાં આવી છે. સામાન્ય અણુ રેખાકૃતિની જેમ. બિંદુઓ તેમને જોડવાનું કામ કરે છે.
આ સિગ્નલને ડીકોડ કરવા માટે, SETI સંસ્થા, ગ્રીન બેંક ઓબ્ઝર્વેટરી, ESA અને INAF એ સંયુક્ત રીતે નાગરિક વૈજ્ઞાનિક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. પૃથ્વી પર હાજર ત્રણ રેડિયો એસ્ટ્રોનોમી વેધશાળાઓએ આ સંદેશ પકડ્યો. પછી તેને ડીકોડ કર્યું. દસ દિવસ પછી, વિશ્વભરના પાંચ હજારથી વધુ નાગરિક વૈજ્ઞાનિકોએ આ સિગ્નલને ડીકોડ કરવાનું શરૂ કર્યું. આ તમામ કામ ઓનલાઈન કરતા હતા. કેન અને કેલીએ સિગ્નલને ડીકોડ કર્યું છે પરંતુ નાગરિક વૈજ્ઞાનિકો હજુ પણ તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્પર્ધા હજુ પણ ચાલુ છે. હવે આગળનો હેતુ આ ડીકોડેડ સંદેશનો અર્થ સમજવાનો છે. હવે ચેફિન પરિવાર અલગથી કેટલાક ટેસ્ટ કરશે. જેથી તેની પાછળ છુપાયેલો મેસેજ પણ સમજી શકાય.
આ પણ વાંચો…કેનેડાની જેમ અમેરિકા પણ ભારતીય રાજદૂતોને બહાર કાઢશે! અફવા છે કે હકીકત?