ટોપ ન્યૂઝવિશેષ

ફ્રેન્ડશિપ ડે ઉજવવાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ?, વાંચો સંપૂર્ણ કહાણી

Text To Speech

ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલઃ કહેવાય છે કે જો તમને સાચો મિત્ર મળી જાય તો સમજવું કે તમે અબજોની સંપત્તિના માલિક બની ગયા છો. મિત્રતા સુંદર સંબંધ છે, જે તમને જન્મથી નથી મળતી. દરેક લોકોના જીવનમાં મિત્રો ખૂબ જ ખાસ હોય છે. સાચો મિત્ર જીવનના દરેક તબક્કે તમારી સાથે ખભાથી ખભો મિલાવીને ઊભો રહે છે. તમે તમારા સપનાથી માંડીને સિક્રેટ્સ તેની સાથે શેર કરી શકો છો. તમારા નજીકના લોકો પણ નથી જાણતા તે રાઝ તમારા મિત્રો જાણતા હોય છે. આ મિત્રતાના તહેવારની ઉજવણી માટે દરવર્ષે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. ભારતમાં ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશીપ ડે 7મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. જાણો આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો.

ફ્રેન્ડશીપ ડે અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે

પેરાગ્વેમાંથી ફ્રેન્ડશીપ ડેની શરૂઆત થઈ હતી. ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે મનાવવાનો પ્રસ્તાવ સૌપ્રથમ 1958માં અહીંથી જ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ યુનાઈટેડ નેશન્સે 30 જુલાઈને ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. એટલા માટે આજે પણ તમામ દેશોમાં 30મી જુલાઈએ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. પરંતુ ભારત, બાંગ્લાદેશ, મલેશિયા, યુનાઇટેડ આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા રાજ્યો ઓગસ્ટના પ્રથમ રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરે છે. જેમાં ઓબરલિનમાં આ દિવસ દર વર્ષે 8મી એપ્રિલે ઉજવવામાં આવે છે.

કેમ ઓગસ્ટના પહેલા રવિવારે જ ફ્રેન્ડશિપ ડે ઉજવાય છે?

ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવા પાછળ એક કહાણી છે. વાર્તા અનુસાર વર્ષ 1935માં યુએસ સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે એક વ્યક્તિની હત્યા કરી હતી. જે બાદ મિત્રના મોતના ગમમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. મિત્રતાનું આવું ઉદાહરણ સામે આવ્યા બાદ અમેરિકાએ ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. ધીરે ધીરે આ ટ્રેન્ડ અન્ય દેશોમાં પણ પહોંચ્યો. આજે, ભારત સહિત તમામ દેશોમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે.

મિત્રતા દિવસની ઉજવણીનો હેતુ?

મિત્રતાનો સાચો અર્થ સમજાવવા, તેની ભાવનાને જીવંત રાખવા અને મિત્રતાની ક્ષણોને યાદગાર બનાવવા દરવર્ષે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો તેમની મિત્રતા માટે તેમના મિત્રોનો આભાર માને છે. તેઓ એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવે છે અને આ મિત્રતાને કાયમ રાખવાનું વચન આપે છે. આ દિવસે ઘણા મિત્રો પોતાનું મહત્વ બતાવવા માટે એકબીજાને ભેટ પણ આપે છે. આ સિવાય પાર્ટીઓ અને અન્ય રીતે એકબીજા સાથે સમય પસાર કરે છે.

Back to top button