“જ્યારે પણ ભારત મજબૂત થયું આખા વિશ્વને ફાયદો થયો”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને ઇજિપ્ત જવા માટે રવાના થઇ ચૂક્યા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર ગુરુવારે અહીં વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને મોદી માટે શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર કરાવ્યું હતું. આ સાથે જ વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી કેનેડી સેન્ટર ખાતે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમને સંબોધિત કરી હતી. PM મોદીએ અમેરિકન અધિકારીઓને કહ્યું કે, તમે તમારી મહેનતથી દેશને આ સ્થાન પર પહોંચાડ્યો છે. હું તમને બધાને અભિનંદન આપું છું. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ભારતની વાત કરતાં કહ્યું કે, જ્યારે પણ ભારત મજબૂત થયું છે આખા વિશ્વને તેનો ફાયદો થયો છે. તે ઉપરાંત તેમને કહ્યું કે, દેશમાંથી ખુબ જ ઝડપી રીતે ગરીબી દૂર થઈ રહી છે.
PM મોદીએ પોતાના સંબંધોનમાં કહ્યું કે, મને અમેરિકા આવ્યાને ચાર દિવસ થઈ ગયા છે. હું રાષ્ટ્રપતિ બાઈડેન સહિત ઘણી કંપનીઓના CEO અને અનુભવીઓને મળ્યો. એક વસ્તુ જેણે મને સૌથી વધુ વિશ્વાસ આપ્યો તે છે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી. હું દાવા સાથે કહી રહ્યો છું કે આ ભાગીદારી માત્ર સગવડતાની નથી પણ વિશ્વાસની છે. તે સ્પર્ધાની છે અને તે વધુ સારી દુનિયા માટે પ્રતિબદ્ધતાની છે. તમે તેનો પાયો છો. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાના લોકો તેનો પાયો છે. અમેરિકાને ભારતમાં જબરદસ્ત સમર્થન મળે છે. ગઈ કાલે અમેરિકન કોંગ્રેસમાં ભારતને જે સમર્થન મળ્યું હતું, તે ખરેખર અસાધારણ છે.
ભારતીય કંપનીઓ અમેરિકાના યુવાનો અને ખેડૂતોને ફાયદો પહોંચાડી રહી છે. આ ભાગીદારી બંને દેશો અને બંને દેશોની જનતાના હિતમાં પણ છે. એટલા માટે તેને મજબૂત બનાવવું પણ એટલું જ જરૂરી છે. બાઈડેન સરકાર આ દિશામાં વધુ સારું કામ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો કે 3 દિવસમાં આ ભાગીદારીને મજબૂત કરવા માટે તમામ ક્ષેત્રોમાં મજબૂત પગલાં લેવામાં આવ્યા છે.
ભારત અને અમેરિકા વિશ્વસનીય ભાગીદારી સાથે આગળ વધી રહી છે. હવે તમે બધા બિઝનેસમેનોએ આગળ વધીને આનો લાભ લેવાનો છે. કલ્પના કરી શકો છો. ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર $125 બિલિયનથી વધુનું રોકાણ કરી રહ્યું છે. PM મોદીએ કહ્યું કે, મિત્રો, વૈશ્વિક સ્તરે મહામારીને કારણે કેટલું નુકસાન થયું છે તેના તમે સાક્ષી છો. દરેકને શંકા છે કે, જ્યારે મને જરૂર પડશે ત્યારે મને કોણ સાથ આપશે. કોરોનાએ શરીરની સાથે સાથે મનને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ સમયમાં પણ ભારત વિશ્વની સાથે ઉભું છે.
ભારત પાસે આવનારા પડકારનો સૌથી મોટો ઉકેલ છે. આ માત્ર માનવશક્તિને અસર કરતું નથી, પરંતુ તે વપરાશ અને નવીનતાને પણ અસર કરે છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો યુવા દેશ અને યુવા પ્રતિભા ધરાવતો દેશ છે. ભારત પાસે વિશ્વમાં સૌથી વધુ કુશળ અને વ્યાવસાયિક બળ છે. આથી કોઈપણ દેશ જેટલો વધુ ભારત સાથે જોડાશે તેટલો વધુ ફાયદો થશે. ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
આ પણ વાંચો : એશિયન ગેમ્સ 2023ને લઈને BCCI એ લીધો મોટો નિર્ણય