2025માં ક્યારે ફરવા જશો, જોઈ લો નવા વર્ષનું લોંગ વીકેન્ડનું કેલેન્ડર
- કોઈ પણ નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે તમે નવા વર્ષનું લોંગ વીકેન્ડનું કેલેન્ડર જોઈ શકો છો. તો બનાવી લો તમારા નવા વર્ષના પ્લાન
HD ન્યુઝ ડેસ્કઃ નવા વર્ષના આગમન થાય એ પહેલા જ લોકો એ વિચારવાનું શરૂ કરી દે છે કે આવતા વર્ષમાં તેમની બર્થડે, એનિવર્સરી કે કોઈ સ્પેશિયલ ડેટ કયા વારે આવે છે. જેઓ ફરવાના શોખીન છે તેઓ એ જોવા લાગે છે કે તેમને કયા મહિનામાં વધારે રજાઓ મળી રહી છે, જેથી તેઓ ક્યાંક ફરવા જઈ શકે. ફરવાના શોખીન લોકો માટે વર્ષ 2025ના લોંગ વીકએન્ડની યાદી અહીં રજૂ કરવામાં આવી છે. કોઈ પણ નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે તમે નવા વર્ષનું લોંગ વીકેન્ડનું કેલેન્ડર જોઈ શકો છો. તો રજાઓનું કેલેન્ડર જુઓ અને બનાવી લો તમારા નવા વર્ષના પ્લાન.
જાન્યુઆરી
તમને વર્ષ 2025 નો પહેલો લાંબો વીકએન્ડ બીજા જ અઠવાડિયામાં મળી રહ્યો છે. હા, આ લોંગ વીકએન્ડ 11મી જાન્યુઆરી એટલે કે શનિવારથી શરૂ થશે. ત્યારબાદ 12મી જાન્યુઆરીએ રવિવાર છે અને ત્યારબાદ 13મી જાન્યુઆરીએ લોહરીની રજા રહેશે અને ત્યારબાદ 14મી જાન્યુઆરીએ મકરસક્રાંતિની રજા રહેશે. જો તમારે ક્યાંક બહાર ફરવા જવું હોય તો 10 જાન્યુઆરીએ કામ પૂરું કરીને રાત્રે બહાર જઈ શકો છો, તો તમારો ટ્રાવેલિંગનો સમય પણ બચી જશે.
ફેબ્રુઆરી
વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો રહેશે. જો કે, તમને આ મહિનામાં કોઈ રજા મળશે નહીં.
માર્ચ
તમને માર્ચમાં બે વાર લોંગ વીકેન્ડ મળશે. એક હોળીના સમયે અને બીજો ઈદના સમયે. આ મહિનાનો પહેલો લાંબો વીકેન્ડ 13 માર્ચ, ગુરૂવારથી શરૂ થશે. આ દિવસે હોલિકા દહન છે. ત્યારબાદ હોળી 14મી માર્ચ શુક્રવારના દિવસે છે. ત્યારબાદ 15-16ના રોજ શનિવાર-રવિવાર છે. ત્યારબાદ 29 માર્ચ શનિવારથી બીજો લોંગ વીકેન્ડ શરૂ થશે. 30મીએ રવિવાર અને 31મીએ ઈદ ઉલ ફિત્રની રજા રહેશે. તમે 28મી રજા લઈને 4 દિવસની રજા માણી શકો છો.
એપ્રિલ
એપ્રિલ મહિનો મુસાફરી માટે શ્રેષ્ઠ રહેશે કારણ કે આ મહિનામાં તમને ઘણી રજાઓ મળી રહી છે. 10મીએ મહાવીર જયંતિથી પહેલો લોંગ વીકએન્ડ શરૂ થશે. જો કે, તમારે 11 માર્ચે રજા લેવી પડશે અને તે પછી 12-13 માર્ચ શનિવાર-રવિવાર છે. માર્ચના ત્રીજા સપ્તાહમાં ફરી એક લાંબો વીકએન્ડ છે. જે 18મીથી 20મી સુધી છે. 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજા છે અને ત્યારબાદ 19-20 માર્ચે શનિવાર-રવિવારની રજા છે.
મે
મે મહિનામાં 10-11 મે શનિવાર-રવિવાર છે, 12 મે સોમવારે બુદ્ધ પૂર્ણિમાની રજા છે.
જૂન – જુલાઈ
જૂન અને જુલાઈ મહિનામાં તમને કોઈ લાંબો વીકએન્ડ નહીં મળે.
ઓગસ્ટ
ઓગસ્ટ મહિનો પાંચ સપ્તાહનો છે અને આ મહિનાના ત્રીજા સપ્તાહમાં લાંબો વીકએન્ડ છે. આ મહિનાની 15 તારીખે શુક્રવાર છે અને આ દિવસ સ્વતંત્રતા દિવસ છે. ત્યારબાદ 16-17ના રોજ શનિવાર-રવિવાર છે.
સપ્ટેમ્બર
સપ્ટેમ્બર મહિનાનું પહેલું જ અઠવાડિયું સારી રજાઓ મળશે. આ મહિનામાં 5 સપ્ટેમ્બર, શુક્રવારે ઈદ અને ઓણમની રજા છે. ત્યાર બાદ તા.6-7ના શનિવાર-રવિવારની રજા છે.
ઓક્ટોબર
ઓક્ટોબર મહિનામાં ઘણી રજાઓ છે. આ મહિનાનો પહેલો લોંગ વીકેન્ડ 1 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી છે. આમાં તમારે ફક્ત 3જી ઓક્ટોબર એટલે કે શુક્રવારે રજા લેવાની રહેશે. આ મહિનામાં 1લીએ મહાનવમી છે, 2જીએ દશેરા છે, ત્યારબાદ 4 તારીખે શનિવાર અને 5મી એ રવિવાર છે. ત્યારબાદ ત્રીજા સપ્તાહમાં 18-20 ઓક્ટોબરે લોંગ વીકએન્ડ મળશે. જે દિવાળીની રજાઓ છે. ત્યારબાદ ત્રીજો વીકએન્ડ 23 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી છે. 23 ઓક્ટોબરને ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે. 23મીએ ભાઈ બીજ, ત્યારબાદ 24મી ઓક્ટોબરને શુક્રવારે રજા લેવી પડશે. 25-26 શનિ-રવિ છે.
નવેમ્બર
નવેમ્બર મહિનામાં કોઈ લાંબો વીકેન્ડ નથી.
ડિસેમ્બર
ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ નિમિત્તે 25-28 સુધી લાંબો વીકએન્ડ છે. જેમાં તમારે શુક્રવાર 26 ડિસેમ્બરે રજા લેવાની રહેશે.
આ પણ વાંચોઃ Look Back 2024: ગૂગલ પર આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સૌથી વધુ સર્ચ થયા