ટ્રેન્ડિંગબિઝનેસ

મોંઘવારીમાં ક્યારે મળશે રાહત? ક્રુડ ઓઇલનો ભાવ 81 ડોલરથી નીચે ગયો

Text To Speech
  • ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડાથી કસ્ટમર અને કંપની બંનેને ફાયદો
  • એક મહિનાની અંદર દેખાશે ભાવ ઘટાડાની અસર

ક્રુડ ઓઇલના ભાવ ઘટવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 14 રૂપિયા સુધીનો ઘટાડો થઇ શકે છે. ઇન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઇલની કિંમતો જાન્યુઆરીથી નીચલા સ્તર પર છે. તે હવે 81 ડોલરથી નીચે આવી ગઇ છે. અમેરિકી ક્રુડ 74 ડોલર પ્રતિ બેરલની નજીક છે.

મે પછી પહેલી વાર ભાવ ઘટશે
ખાસ કરીને ક્રુડ ઓઇલની કિંમતમાં મોટા ઘટાડાથી ભારતીય રિફાઇનરી માટે ક્રુડની સરેરાશ કિંમત ઘટીને 82 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છએ. માર્ચમાં તે 112.8 ડોલર હતી. આ મુજબ રિફાઇનિંગ કંપનીઓ માટે ક્રુડના ભાવ 31 ડોલર એટલે કે 27 ટકા ઘટી ચુક્યા છે. જો ક્રુડમાં 1 ડોલરનો ઘટાડો થાય તો દેશની ઓઇલ કંપનીઓને રિફાઇનિંગ પર પ્રતિ લીટર 45 પૈસાની બચત થાય છે. આ હિસાબે પેટ્રોલ-ડીઝલના ભાવ 14 રૂ. પ્રતિ લીટર સુધી ઘટવા જોઇએ. જોકે જાણકારો કહે છે કે એક જ વખતમાં આ ભાવ નહીં વધે.

મોંઘવારીમાં ક્યારે મળશે રાહત? ક્રુડ ઓઇલનો ભાવ 81 ડોલરથી નીચે ગયો hum dekhenge news

ત્રણ કારણોથી સસ્તુ થઇ રહ્યુ છે પેટ્રોલ-ડીઝલ

1. ઓઇલ કંપનીઓને પ્રતિ બેરલ 245 રૂપિયાની બચત

અત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલની જે કિંમતો છે, તે પ્રમાણે તો ક્રૂડ ઓઇલનું ઈન્ડિયન બાસ્કેટ અંદાજે 85 ડોલર પ્રતિ બેરલ હોવુ જોઈએ, પરંતુ તે 82 ડોલરની આસપાસ આવી ગયુ છે. આ ભાવ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પ્રતિ બેરલ (159 લીટર) રિફાઈનિંગ પર અંદાજે 245 રૂપિયાની બચત થશે..

2. ઓઇલ કંપનીઓને થઈ રહેલુ નુક્સાન બંધ

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ જણાવ્યું હતું કે સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલા વેચાણ પર હવે નફો થવા લાગ્યો છે, પરંતુ ડીઝલ પર હજુ પણ 4 રૂપિયા પ્રતિ લિટરનું નુક્સાન થઈ રહ્યું છે. ત્યારથી અત્યારસુધીમાં ક્રુડ ઓઇલ અંદાજે 10% સસ્તું થઈ ગયું છે. આવા સંજોગોમાં ડીઝલ કંપનીઓ પણ હવે નફો કરી રહી છે.

3. ક્રૂડ ઓઈલ 70 ડોલર સુધી જવાથી રાહત મળશે

પેટ્રોલિયમ નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે ક્રુડ ઓઇલ ઝડપથી 70 ડોલર તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે, પરંતુ તેમાં થોડો સમય લાગશે. તેલની આયાતથી રિફાઈનિંગ સુધીનું ચક્ર 30 દિવસનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડો થયાના એક મહિના પછી આની અસર જોવા મળશે.

આ પણ વાંચોઃ ‘The Kashmir Files’ પર વિવાદાસ્પદ નિવેદન બાદ નાદવ લેપિડની સ્પષ્ટતા

Back to top button