ગરમી અને બફારાથી ક્યારે મળશે રાહત ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરે તો લોકોને ઘરેથી બહાર નિકળવું જ મુશ્કેલ બની ગયું છે. ત્યારે લોકો આ અસહ્ય ગરમીથી ક્યારે રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને એક મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ થોડા દિવસ ગરમીનો પ્રકોપ રહેશે.
હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઢ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ થોડા દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડશે હાલ ગરમીમાંથી રાહત મળશે નહીં.
અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું
હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ આપ્યું છે. ગઈ કાલે અમદાવાદ અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી વધુ ગરમ શહેર રહ્યા હતા . જ્યારે સૌથી ઓછુ તાપમાન દ્વારકા અને દીવમાં નોંધાયું હતું.
આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ફેરફાર નહીં
અમદાવાદના હવામાન કેન્દ્રના વડા મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કેઆગામી પાંચ દિવસ (21મી મે સુધી) તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી. જોકે, રાજ્યમાં એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે.
રાજ્યમાં વાદળછાયું વાતાવરણ
હાલ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે હાલ રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જમીન ગરમ થવાથી અને અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લઈને આવે છે જેના કારણે વાદળો બની રહ્યા છે. પરંતુ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના બહુ જ ઓછી છે.
આ પણ વાંચો : AMC : એડવાન્સ ટેક્સ રિબેટ યોજના 31 મે સુધી લંબાવાઈ, 47 દિવસમાં થઈ આટલા કરોડની આવક