હું જીવિત છું કે નહી, ક્યારે નક્કી કરશો? એક માસૂમનો સવાલ
જામનગર: જી.જી હોસ્પિટલમાં જન્મેલા બાળકને પીડીયાટ્રિક વિભાગએ મૃત જાહેર કર્યો
- હોસ્પિટલના પટાંગણમાં મૃત બાળક થેલીમાં મળ્યું
- લોકોના ટોળાએ બાળકને જીવતું જોયું
- દફનાવા લઇ જતા પિતા રીક્ષા કરવા ગયા
- લોકોના ટોળા જોઈ પિતા ફરાર
11મેના રોજ જામનગરની જી.જી હોસ્પિટલથી એક હચમચાવી નાખે તેવી એક ઘટના જોવા મળી છે. આ વાત એક મૃત જન્મેલા બાળકની છે જે જીવિત છે કે નહી તે એક મોટો પ્રશ્ન છે.જામનગરની જી જી હોસ્પિટલમાં 11મેના દાહોદની સગર્ભા સ્ત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી . અહી તેણે 1.5 કિલો વજનના બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મની સાથે જ ડોક્ટરે તેણે મૃત જાહેર કરે છે. મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી ICUમાં તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવી હતી.
પિતાએ તેના બાળકને તરછોડી દીધું
બાળકનો મૃત દેહ તેના પિતા અને તેમના સબંધીઓ સાથે અંતિમ વિધિ સંપુર્ણ કરવા માટે આપવામાં આવ્યો હતો. બાળકને ગોદડીમાં વીટી સબંધીઓએ થેલીમાં રાખ્યું હતું. ત્યાર બાદ પિતા રીક્ષા કરવા મૃત બાળકની થેલીને પી. એમ. વિભાગ પાસે મૂકી ગયા હતા. તે દરમિયાન બાળકના રોવાના આવાજથી આજુ બાજુ લોકોના ટોળે- ટોળા એકઠા થઇ ગયા હતા. બાળકના પિતા પરત ફરતા લોકોના ટોળા જોઈ ગભરાઈ અને ડરી જતા ઘટના સ્થળથી ફરાર થઇ ગયા હતા. લોકોએ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી.
બાળકને હાથમાં લીધા બાદ જીવતું હોવાનો થયો અહેસાસ
મળતી માહિતી મુજબ જી.જી હોસ્પિટલના ગાયનિક વિભાગના ડૉ. નલિની આનંદે જણાવ્યું હતું કે, દાહોદથી આવેલી આ સ્ત્રીએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. પીડીયાટ્રિક વિભાગનાડ ડૉ. મૌલિક શાહએ જણાવ્યા મુજબ બાળકને પુરેપુરી સારવાર આપવામાં આવી છે તે પછી જ મૃત્યું પામતા સગા સબંધીને જાણ કરી હતી . એક રાહચાલકના જણાવ્યા મુજબ, જયારે તે વ્યક્તિએ બાળકને હાથમાં લીધું હતું ત્યારે તેના હાથ પગ હલતા હતા અને તે જીવતું છે તેનો અહેસાસ તેમને થતો હતો. આ ઘટના સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવી હદયદ્રાવક ઘટના સામે આવતા પ્રશ્ન એ ઉભા થાય છે કે શું આ બેદરકારી ડોક્ટરની હતી કે જે લોકોએ મેહસૂસ કર્યું તે સાચું હતું ?
આ પણ વાંચો : ખેડા જિલ્લાની મહી કેનાલમાંથી મળ્યા 2 બાળકોના મૃતદેહ, સેવાલિયા પોલીસે હાથ ધરી તપાસ