ટ્રેન્ડિંગધર્મ

રક્ષાબંધન ક્યારે મનાવશો, 30 કે 31 ઓગસ્ટે? મુંઝાશો નહીં, મુહુર્ત જોઇ લો

  • રક્ષાબંધનને લઇને ઘણા વર્ષોથી મુંઝવણ રહે છે
  • રાખડી બાંધીને બહેનો ભાઇના દીર્ઘાયુની કામના કરતી હોય છે
  • ભદ્રાકાળમાં રાખડી બાંધવામાં આવતી નથી

રક્ષાબંધનને લઇને હંમેશા મુંઝવણ રહેતી હોય છે. રાખડી બાંધવાનો યોગ્ય સમય કયો છે એ વાત દરેક વ્યક્તિ જાણવા ઇચ્છે છે. રક્ષાબંધન ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેનો ભાઇના કાંડે રાખડી બાંધીને તેના દીર્ઘાયુ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. ત્યારબાદ ભાઇઓ બહેનોને ગિફ્ટ આપીને આજીવન રક્ષા આપવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા રહિત સમયમાં મનાવવો જોઇએ. કેમકે ભદ્રાકાળમાં માંગલિક કાર્યો કરવાનું અશુભ માનવામાં આવે છે.

રક્ષાબંધન ક્યારે મનાવશો, 30 કે 31 ઓગસ્ટે? મુંઝાવાની જરૂર નથી hum dekhenge news

રક્ષાબંધનની તારીખ અને શુભ મુહુર્ત

હિંદુ પંચાગ અનુસાર વર્ષ 2023માં રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ, બુધવારના દિવસે અને 31 ઓગસ્ટ, ગુરુવારના દિવસે મનાવવામાં આવશે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર બે દિવસ મનાવાશે. પંચાંગ અનુસાર રક્ષાબંધન માટે બપોરનો સમય વધુ યોગ્ય મનાયો છે. જો ભદ્રાકાળના કારણે સવારના સમયમાં કોઇ શુભ મુહૂર્ત ન હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે.

રક્ષાબંધનનું મુહૂર્ત

શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટની સવારે 10.13 વાગ્યાથી રક્ષાબંધન શરુ થશે, જે 31 ઓગસ્ટ, 2023ની સવારે 7.46 સુધી ચાલશે. જોકે પૂર્ણિમા સાથે ભદ્રાકાળ પણ શરૂ થશે. ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. ભદ્રાકાળ 30 ઓગસ્ટ 2023, બુધવારના દિવસે સવારે 10.13 વાગ્યાથી રાતે 8.47 સુધી છે. તેથી ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ જ રાખડી બંધાશે.

રક્ષાબંધન ક્યારે મનાવશો, 30 કે 31 ઓગસ્ટે? મુંઝાવાની જરૂર નથી hum dekhenge news

રાખડી બાંધવાનો યોગ્ય સમય

રક્ષાબંધનનુ શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, 2023 રાતે 10.13 વાગ્યાથી 31 ઓગસ્ટની સવારે 7.46 મિનિટ સુધી રહેશે, પરંતુ 31 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા સવારે 7.46 સુધી છે. આ સમયે ભદ્રાકાળ નથી, તો 31 ઓગસ્ટના રોજ ભાઇઓને રાખડી બાંધી શકાશે. આ વર્ષે 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ રાખડી બાંધી શકાશે, પરંતુ ભદ્રાકાળનું ધ્યાન રાખીને જ રાખડી બાંધો.

ભદ્રાકાળમાં રાખડી કેમ બાંધવામાં આવતી નથી?

એવી માન્યતા છે કે શૂર્પણખાએ ભદ્રાકાળમાં પોતાના ભાઇ રાવણને રાખડી બાંધી હતી અને તેના આખા કુળનો નાશ થયો હતો. એટલે કોઇ બહેન પોતાના ભાઇને ભદ્રાકાળમાં રાખડી બાંધવાનું પસંદ કરતી નથી. ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઇનું આયુષ્ય ઓછુ થઇ જાય છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃ પાચનતંત્ર ખરાબ હોય તો લો આ પ્રોબાયોટિક ફુડ્સ

Back to top button