ટ્રેન્ડિંગધર્મ

શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? જાણો પહેલો સોમવાર અને શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

  • આ વર્ષમાં શ્રાવણની શરૂઆત અત્યંત દુર્લભ સંયોગ સાથે થઈ રહી છે. આ વર્ષે શ્રાવણના પહેલા જ દિવસે સોમવાર છે

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષમાં શ્રાવણની શરૂઆત અત્યંત દુર્લભ સંયોગ સાથે થઈ રહી છે. આ વર્ષે શ્રાવણના પહેલા જ દિવસે સોમવાર છે. જાણો ક્યારે છે શ્રાવણ મહિનો અને તેનો પહેલો સોમવાર ક્યારથી શરૂ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય

શ્રાવણ ક્યારથી શરૂ થશે?

શ્રાવણ મહિનો આ વર્ષે 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે, જે 2 સપ્ટેમ્બરે પૂનમ સાથે સમાપ્ત થાય છે. આ વર્ષે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તેથી, પ્રથમ શ્રાવણ સોમવાર, 5 ઓગસ્ટ 2024 ના રોજ જ આવશે..

શ્રાવણ 2024ના સોમવાર ક્યારે ક્યારે આવશે?

  • 5 ઓગસ્ટ, 2024 – પહેલો સોમવાર
  • 12 ઓગસ્ટ, 2024 – બીજો સોમવાર
  • 19 ઓગસ્ટ, 2024 – ત્રીજો સોમવાર
  • 26 ઓગસ્ટ, 2024 – ચોથો સોમવાર
  • 2 સપ્ટેમ્બર, 2024 – પાંચમો સોમવાર

શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? જાણો સોમવારની તિથિઓ અને શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

ભગવાન શિવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

  • ભોલેબાબાને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળ ચઢાવો. એવી માન્યતા છે કે ભગવાન શિવને જળાભિષેક કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • શિવલિંગ પર દૂધ, દહીં અર્પિત કર્યા બાદ સ્વચ્છ જળથી જળાભિષેક કરવો ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે
  • શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ખાંડ, કેસર, દેશી ઘી, ચંદન, મધ અને ભાંગ અર્પણ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે

શ્રાવણ વ્રતના નિયમો

  • શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવું જોઈએ. લસણ, ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ.
  • શ્રાવણ મહિનામાં માંસ-મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ.
  • શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના કરવી જોઈએ
  • શ્રાવણમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • શ્રાવણના સોમવારે વ્રત રાખવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે

શ્રાવણ સોમવારનું ધાર્મિક મહત્ત્વ

શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી કુંડળીના દરેક દોષથી મુક્તિ મળે છે. તેનાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ મહિનામાં કરો આ મંત્રના જાપ

  • ઓમ નમઃ શિવાય:
  • ઓમ શંકરાય નમઃ
  • ઓમ મહાદેવાય નમઃ
  • ઓમ મહેશ્વરાય નમઃ
  • ઓમ શ્રી રુદ્રાય નમઃ
  • ઓમ નીલ કંઠાય નમઃ

આ પણ વાંચોઃ એક વર્ષ બાદ સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, 16 જુલાઈથી 30 દિવસ આ રાશિઓને આર્થિક લાભ

Back to top button