ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગગનયાન ક્યારે ભરશે ઉડાન? આવી ગયું મોટું અપડેટ; નાસા કરી રહ્યું છે મદદ

  • નાસા ગગનાયન મિશનના અવકાશયાત્રીઓને આપી રહ્યું છે તાલીમ

નવી દિલ્હી, 6 જુલાઇ: ગગનયાન ક્યારે ઉપડશે તે અંગે એક મોટું અપડેટ આવ્યું છે. ઈસરોએ આ માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગગનયાનના ચાર પ્રશિક્ષિત પાઇલટમાંથી બેને તાલીમ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે. વર્ષના અંતમાં યોજાનારી આ તાલીમમાં નાસા પણ સહકાર આપી રહ્યું છે. તેને Axiom-4 મિશન નામ આપવામાં આવ્યું છે. આ બાબતની જાણકારી ધરાવતા અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. નાસાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ મિશન ઓક્ટોબર 2024 સુધીમાં શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા વર્ષે જ ગગનયાન મિશન માટે ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કર્યું છે. તેને વ્હીકલ એબોર્ટ મિશન-1 નામ આપવામાં આવ્યું હતું. ઈસરોના વડાએ 21 ઓક્ટોબર 2023ના રોજ સફળ પરીક્ષણ બાદ વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

બંને અવકાશયાત્રીઓ અમેરિકા જશે

ગગનયાન મિશન સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, મિશન પહેલા બંને અવકાશયાત્રીઓ અમેરિકા જશે. અહીં તેની ટ્રેનિંગ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થશે. ભારતમાં આ અવકાશયાત્રીઓને ગગનયાન મોડ્યુલ સંબંધિત તાલીમ આપવામાં આવી છે. તે જ સમયે, અમેરિકામાં આ લોકોને ISS મોડ્યુલ અને પ્રોટોકોલ વિશે ટ્રેનિંગ આપવામાં આવશે. ભારતીય અવકાશયાત્રીઓને ISS પર લઈ જતું Axiom-4 મિશન NASA અને અમેરિકન કંપની Axiom Spaceનું ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન છે. એવું માનવામાં આવે છે કે, આ મિશન 14 દિવસ સુધી ચાલશે. ગયા વર્ષે જ્યારે આ મિશનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નાસાએ તેની માહિતી આપી હતી. આ મુજબ, X-4 ક્રૂ મેમ્બર્સની તાલીમ નાસા સાથે કરવામાં આવશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને SpaceXને પણ અહીં તાલીમ આપવામાં આવશે.

PM મોદીની મુલાકાત દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી

Axiom Spaceએ SpaceX કોન્ટ્રાક્ટ કર્યો છે.જેમાં સ્પેસ સ્ટેશનના ટ્રાન્સપોર્ટેશનની સાથે-સાથે ખાનગી અવકાશયાત્રીઓની સિસ્ટમ, પ્રક્રિયાની સાથે-સાથે ડ્રેગન અવકાશયાનની ઇમરજન્સીની તૈયારી વિશેની માહિતી આપવાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે બંને દેશો વચ્ચે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, નાસા ભારતીય અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપશે. તે જ વર્ષે, નાસાના પ્રશાસક બિલ નેલ્સને તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, સ્પેસ એજન્સી 2024ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન માટે ભારતીય અવકાશયાત્રીને તાલીમ આપશે.

ગગનયાન મિશન શું છે?

ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે. જેમાં 3 સભ્યોની ટીમને 400 કિલોમીટર ઉપર પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. 2018માં PM મોદીએ ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. તે 2022 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોવિડને કારણે તેમાં વિલંબ થયો. મહત્ત્વપૂર્ણ છે કે, ભારતનું પ્રથમ માનવ સ્પેશક્રાફ્ટ 2025 સુધીમાં ઉડાન ભરશે. અત્યાર સુધી ભારતનું એક પણ માનવરહિત અંતરીક્ષયાન ઉડી શક્યું નથી. બે સફળ માનવરહિત અંતરીક્ષયાનની ઉડાન બાદ જ માનવ સ્પેશક્રાફ્ટ લોન્ચ કરવામાં આવશે.

આ પણ જુઓ: ચીની રોકેટ તીયાનલોંગ-3 પરીક્ષણ દરમિયાન ક્રેશ, લોન્ચિંગ બાદ ગોંગી શહેરમાં પડ્યું

Back to top button