ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

18મી લોકસભાનું પ્રથમ સત્ર અને રાજ્યસભાની કાર્યવાહી ક્યારથી શરૂ થશે? જાણો

  • આ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી, 12 જૂન: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સિવાય 264મી રાજ્યસભાનું સત્ર 27 જૂનથી શરૂ થશે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. બંને ગૃહોના સત્ર 3 જુલાઈ સુધી ચાલશે તેમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આજે બુધવારે માહિતી આપી હતી.

 

રાષ્ટ્રપતિ 27 જૂને સંયુક્ત સભાને સંબોધશે

સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે, જેમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. સત્રના પ્રથમ ત્રણ દિવસે નવા ચૂંટાયેલા નેતાઓને શપથ ગ્રહણ કરવામાં આવશે. આ સાથે જ ગૃહના અધ્યક્ષની ચૂંટણી પણ હાથ ધરવામાં આવશે. સત્ર 3 જુલાઈના રોજ પૂર્ણ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરશે.

કિરણ રિજિજુએ X(ટ્વિટર) પર શું લખ્યું?

રિજિજુએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24.6.24 થી 3.7.24 સુધી નવા ચૂંટાયેલા સભ્યોના શપથ/પ્રતિજ્ઞા, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા માટે બોલાવવામાં આવી રહ્યું છે. રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. 27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી, વડાપ્રધાન મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદ રજૂ કરે તેવી અપેક્ષા છે.

વિપક્ષ આક્રમક રહી શકે છે, PM મોદી આપશે જવાબ

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના શાનદાર પ્રદર્શન બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચામાં INDI ગઠબંધન આક્રમક રહી શકે છે. તેઓ વિવિધ મુદ્દાઓ પર NDA સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. વડાપ્રધાન સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ પણ આપશે.

આ પણ જુઓ: ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM મોદી અને અમિત શાહ રહ્યા હાજર

Back to top button