ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રીનો તહેવાર કયારે આવશે? શું છે તેનું ધાર્મિક મહત્ત્વ?

  • હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું

HD ન્યુઝ ડેસ્કઃ મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવે વૈરાગ્યનો ત્યાગ કરીને દામ્પત્ય જીવન અપનાવ્યું હતું. એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન શિવનો અભિષેક કરે છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે જ વ્યક્તિને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પણ મળે છે. જાણો આ વખતે મહાશિવરાત્રી ક્યારે છે.

મહાશિવરાત્રી 2025 ક્યારે છે?

આ વખતે મહાશિવરાત્રિનું વ્રત 26 ફેબ્રુઆરી બુધવારના રોજ રાખવામાં આવશે. મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ શરૂ થશે.

મહાશિવરાત્રીનો તહેવાર કયારે આવશે? શું છે વ્રતનું ધાર્મિક મહત્ત્વ? hum dekhenge news

મહાશિવરાત્રી પૂજા પદ્ધતિ

મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઊઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો અને પછી ઉપવાસનો સંકલ્પ કરો.
ત્યારબાદ સવાર-સાંજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. તેમજ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરો.
મહાશિવરાત્રિ પર પરિણીત મહિલાઓએ શૃંગારનો સામાન દેવી પાર્વતીને અર્પણ કરવો જોઈએ.
મહાશિવરાત્રીના અવસરે ભોલેનાથને બીલપત્ર, ભાંગ, ધતુરા અવશ્ય અર્પણ કરો. ઉપરાંત, આ દિવસે, સમગ્ર શિવ પરિવાર એટલે કે ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય, ભગવાન શિવ, માતા પાર્વતી અને નંદી મહારાજને વસ્ત્રો અર્પણ કરો.

આ પણ વાંચોઃ ષટતિલા એકાદશી પર તલનું શું હોય છે મહત્ત્વ? જાણો પૂજા વિધિ

મહાશિવરાત્રીનું મહત્ત્વ

ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ ઉપરાંત દર મહિને આવતી આ તિથિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર તેની સૌથી નબળી સ્થિતિમાં હોય છે, તેથી ભગવાન શિવે તેને તેના માથા પર પહેર્યો હતો. તેથી જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેની કુંડળીમાંથી ચંદ્ર દોષ પણ દૂર થઈ જાય છે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં સંગમ તટ પર 24થી 26 જાન્યુઆરી ડ્રોન શોનું આયોજન કરાશે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button