ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

Text To Speech

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર લોકોને ઉપલબ્ધ સુવિધાઓ વધારવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. સામાન્ય માણસના હિત માટે દરેક જરૂરી અને ગંભીર પગલાં લેવામાં આવી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં બુલેટ ટ્રેનનું સંચાલન 2026થી શરૂ થશે. દેશની સરકારે મુસાફરોની સુવિધા વધારવા માટે ઘણા પગલા લીધા છે અને હવે તેના પરિણામો આવવા લાગ્યા છે. ભલે વિપક્ષ સરકારની યોજનાઓ અને પગલાઓને યુક્તિઓ ગણાવે છે, પરંતુ સરકાર તેમના પ્રત્યે ગંભીર છે. આ જ કારણ છે કે છેલ્લા આઠ વર્ષમાં લીધેલા પગલાના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. બુલેટ ટ્રેન અંગે તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન દોડાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં દોડી શકે છે.

રેલવે ભાડું વધારશે નહીં
રેલવે મંત્રીએ કહ્યું કે, રેલવેએ લાંબા સમયથી ભાડું વધાર્યું નથી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારનો હાલ ભાડું વધારવાનો કોઈ ઈરાદો નથી. ભારતીય રેલવેને મજબૂત કરવા માટે અનેક પગલાઓ પર કામ ચાલી રહ્યું છે. તેના પરિણામો પણ ટૂંક સમયમાં બહાર આવશે અને એક વર્ષમાં રેલ્વેનો નફો-ખોટ બ્રેક-ઇવન પર રહેશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપની બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. મોદી સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. આટલું જ નહીં સરકાર તેમને મજબૂત કરવાના પ્રયાસો પણ કરી રહી છે.

સેમિકન્ડક્ટરનું પણ ઉત્પાદન કરવામાં આવશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતમાં આવતા અઢી વર્ષમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ થશે. દેશ માટે આ એક મોટી પહેલ છે. સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં વિશ્વભરમાં પ્રખ્યાત બેલ્જિયમની એક સંસ્થાએ પણ ભારતના સેમિકન્ડક્ટર પ્રોગ્રામની પ્રશંસા કરી છે અને અમને આ સંસ્થા તરફથી મદદ પણ મળી રહી છે.

Back to top button