જન્માષ્ટમી ક્યારે ઊજવાશે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય
- આ વર્ષે જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીની પૂજા માટેનો શુભ સમય 26 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 27 ઓગસ્ટના રોજ સવારે 12.44 વાગ્યા સુધીનો રહેશે
HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ પંચાંગ મુજબ, દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ વદ આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન કૃષ્ણની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીને કૃષ્ણાષ્ટમી, ગોકુલાષ્ટમી, અષ્ટમી રોહિણી, શ્રી કૃષ્ણ જયંતિ, ગોપાલ કાલાષ્ટમી અને શ્રી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો ક્યારે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, પૂજાનો શુભ અને પારણાનો સમય
ક્યારે છે જન્માષ્ટમી?
અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 2:19 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર સોમવારે, 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે.
જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્ર
રોહિણી નક્ષત્ર 26 ઓગસ્ટના રોજ બપોરે 3:55 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 3:38 વાગ્યે સમાપ્ત થશે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પૂજા સમય
આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીની પૂજા માટેનો શુભ સમય 26 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 27 ઓગસ્ટના રોજ સવારે 12.44 વાગ્યા સુધીનો રહેશે
પારણાનો સમય
ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતના પારણાનો સમય 27 ઓગસ્ટના રોજ બપોરે 3.38 વાગ્યા પછીનો રહેશે. ભગવાનના પારણાનું મુહૂર્ત 27મી ઓગસ્ટના રોજ સવારે 12.44 વાગ્યા બાદનું રહેશે. ઉલ્લેખનીય છે કે બાંકે બિહારી મંદિરમાં આ વર્ષે જન્માષ્ટમી 27 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે.
આ પણ વાંચોઃ જ્યારે શ્રી કૃષ્ણએ કૌરવોથી દ્રોપદીનો જીવ બચાવ્યો, રક્ષાબંધને વાંચો આ રોચક કથા