ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રી ક્યારે ઉજવાશે? શિવજીની પૂજા માટે કેમ ખાસ છે આ દિવસ?

Text To Speech
  • મહા માસમાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વિધિવત રીતે આદિદેવ મહાદેવજીની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને કષ્ટોનું નિવારણ થાય છે.

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ જ મહત્ત્વ છે. મહાશિવરાત્રીનો તહેવાર મહા વદ તેરસે આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો આ સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ તિથિ પર દેવાધિદેવ ભગવાન શિવના લગ્ન જગત જનની માતા પાર્વતી સાથે થયા હતા અને ભોલેનાથે વૈરાગ્ય જીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. મહાશિવરાત્રીના દિવસે ભક્તો મહાદેવજીને ખુશ કરવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે.

એક માન્યતા એવી પણ છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોનું ધરતી પર પ્રાગટ્ય થયુ હતુ. આ દિવસે લોકો ભગવાન ભોલેનાથની સંપુર્ણ વિધિ વિધાન સાથે પુજા અર્ચના કરે છે. આ દિવસે ફરાળ અથવા માત્ર ફળાહાર કરીને ઉપવાસ પણ રાખવામાં આવે છે. મહા માસમાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વિધિવત રીતે આદિદેવ મહાદેવજીની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને કષ્ટોનું નિવારણ થાય છે.

મહાશિવરાત્રી ક્યારે ઉજવાશે? શિવજીની પૂજા માટે કેમ ખાસ છે આ દિવસ? hum dekhenge news

ક્યારે છે મહાશિવરાત્રી?

મહાશિવરાત્રી આ વર્ષે 8 માર્ચ, શુક્રવારના રોજ આવે છે. જે વ્યક્તિ શિવરાત્રીના દિવસે નિર્જલા વ્રત કરીને જાગરણ તેમજ રાત્રિના ચારેય પ્રહરોમાં ચાર વખત પૂજા કરે છે, તેમની પર શિવજીની કૃપા રહે છે. શિવપુરાણમાં લખાયેલું છે કે શિવરાત્રીથી વધીને કોઈ જ વ્રત નથી.

મહાશિવરાત્રીની પૂજા વિધિ

મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા શુભ ગણાય છે. આ પછી શિવ મંદિરમાં જઈને શુદ્ધ જળ, શેરડીનો રસ, દૂધ, દહીં, મધ અને ઘી વગેરેથી શિવલિંગનો અભિષેક કરો. હવે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને ભગવાનને બિલીપત્ર, ભાંગ, ધતુરા, ફળ, મીઠાઈ વગેરે અર્પણ કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ કરીને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. અંતમાં ભગવાન શિવની આરતી કરો.

આ પણ કરોઃ ઈશા દેઓલના ડિવોર્સ પર માતા હેમા માલિની કેમ રહી ચૂપ? આ છે કારણ

Back to top button