ટ્રેન્ડિંગધર્મ

ક્યારે ભરાશે મહાકુંભ મેળો? જાણો તેના વિશેની મહત્ત્વની વાતો

  • આ વખતે મહાકુંભ મેળો વર્ષ 2025માં આયોજિત કરવામાં આવશે. તેની પાછળ જ્યોતિષ વિજ્ઞાન છે, જે જણાવે છે કે જ્યારે કેટલાક ગ્રહો ચોક્કસ સ્થિતિમાં હોય ત્યારે મહાકુંભ અને અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે

સનાતન ધર્મમાં કુંભ મેળાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. 12 વર્ષની લાંબી રાહ બાદ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દેશ-વિદેશથી પણ સનાતન ધર્મમાં રસ ધરાવતા લોકો શાહી સ્નાન કરવા આવે છે. આ વખતે મહાકુંભ મેળો વર્ષ 2025માં આયોજિત કરવામાં આવશે. તેની પાછળ જ્યોતિષ વિજ્ઞાન છે, જે જણાવે છે કે જ્યારે કેટલાક ગ્રહો ચોક્કસ સ્થિતિમાં હોય ત્યારે મહાકુંભ અને અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતા વર્ષે 13 જાન્યુઆરી 2025ના રોજ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. અગાઉ મહાકુંભ વર્ષ 2013માં યોજાયો હતો. જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જ્યારે દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં રહેવા દરમિયાન સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રયાગરાજ મહાકુંભની શરૂઆત થાય છે. તેથી, વર્ષ 2025માં 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ મહાકુંભની શરૂઆત થશે અને તે 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.

મહાકુંભની મુખ્ય સ્નાન તારીખો

પ્રયાગરાજ મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે થશે. ત્યારબાદ બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે અને ત્રીજું શાહી સ્નાન 3જી ફેબ્રુઆરીએ વસંત પંચમી દિવસે યોજાશે. આ ઉપરાંત 13મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાનું સ્નાન, 12 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાનું સ્નાન અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું સ્નાન કરાશે. આ શાહી સ્નાનમાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

મહાકુંભ 202ક્યારે ભરાશે મહાકુંભ મેળો? જાણો તેના વિશેની મહત્ત્વની વાતો hum dekhenge news5માં રૂ. 204 કરોડના રોકાણનો થયો કરારઃ જાણો દેશ-વિદેશમાં શું થઇ રહી છે તૈયારીઓ hum dekhenge news

કુંભ મેળો નક્કી કરવાના નિયમો

કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિકમાં જ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ મેળાનું આયોજન ગ્રહોની સ્થિતિ અને રાશિઓની સ્થિતિ જોઈને કરવામાં આવે છે. તેમાં, સૂર્ય અને ગુરુ ગ્રહની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે. ચાલો જાણીએ કે કુંભ મેળાનું આયોજન ક્યારે, ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે?

  • જ્યારે દેવગુરુ વૃષભ રાશિમાં હોય છે અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
  • જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં આવે છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થાય છે.
  • જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય છે, ત્યારે નાસિક શહેરમાં કુંભ મેળો યોજાય છે.
  • જ્યારે દેવગુરુ સિંહ રાશિમાં હોય છે અને સૂર્ય મેષ રાશિમાં આવે ત્યારે કુંભ મેળો ઉજ્જૈનમાં કું આયોજિત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ મંગળ ગોચરનો કમાલ, 41 દિવસ સુધી ત્રણ રાશિઓ રહેશે માલામાલ

Back to top button