ક્યારે શરૂ થશે કારતક મહિનો? જાણો આ મહિનાના વ્રત-તહેવારોની યાદી


- કારતક મહિનો સનાતન ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રીવિષ્ણુને અતિશય પ્રિય છે, કેમકે આ સમય તેમનો યોગનિંદ્રામાંથી જાગવાનો છે
HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં કારતક મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રીવિષ્ણુને અતિશય પ્રિય છે. ઑક્ટોબર-નવેમ્બર વચ્ચેના સમયગાળામાં આવતો હિન્દી મહિનો કાર્તિક એ યોગ નિદ્રાથી ભગવાન વિષ્ણુના જાગવાનો સમય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. આ સાથે તેમના જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ચાલો જાણીએ કે આ વખતે કારતક મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે અને આ મહિનામાં કયા મુખ્ય તહેવારો અને વ્રત આવી રહ્યા છે.
આ વર્ષે 2024માં કારતક મહિનો 18 ઓક્ટોબર, શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. જે 15મી નવેમ્બર, શુક્રવારના રોજ પૂર્ણ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કારતક મહિનામાં દાન, સ્નાન અને ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે. કારતક મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સાધકને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે.
કાર્તિક મહિનાના વ્રત અને તહેવારોની યાદી
- 20 ઓક્ટોબર, રવિવાર કરવા ચોથ વ્રત રાખવામાં આવશે
- 21 ઓક્ટોબર, સોમવારે રોહિણી વ્રત રાખવામાં આવશે
- 24મી ઓક્ટોબર, ગુરુવારે અહોઈ અષ્ટમી વ્રત
- 28 ઓક્ટોબર, સોમવારે , રમા એકાદશીનું વ્રત રખાશે
- 29 ઓક્ટોબર, મંગળવારે પ્રદોષ વ્રત અને ધનતેરસ
- 30 ઓક્ટોબર, બુધવારે કાળી ચૌદસ
- 31 ઓક્ટોબર, ગુરુવારે નરક ચતુર્દશી અને છોટી દિવાળી
- 1 નવેમ્બર, શુક્રવારે અમાસ અને મોટી દિવાળી ઊજવવામાં આવશે
- 2 નવેમ્બર શનિવારે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ પ્રસાદી થશે
- 3 નવેમ્બર, રવિવારના રોજ ભાઈ બીજ ઊજવવામાં આવશે.
- 7 નવેમ્બર, ગુરુવારના રોજ છઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે
- 9 નવેમ્બર શનિવારના રોજ દુર્ગાષ્ટમી વ્રત અને ગોપાષ્ટમી
- 10 નવેમ્બર, રવિવારે, અક્ષય નવમી ઉજવવામાં આવશે.
- 2 નવેમ્બર, મંગળવારે પ્રબોધિની એકાદશી ઉજવવામાં આવશે
- 13 નવેમ્બર, બુધવારે પ્રદોષ વ્રત અને તુલસી વિવાહ થશે
- 15 નવેમ્બર, શુક્રવારે કારતક પૂર્ણિમા વ્રત (દેવ દિવાળી) અને ગુરુ નાનક જયંતિ
આ પણ વાંચોઃ ગજકેસરી રાજયોગથી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, દિવાળી પહેલા જ થશે લાભ