ટ્રેન્ડિંગધર્મ

કમૂરતા ક્યારે પૂર્ણ થશે? જાણો વર્ષ 2025 માટે લગ્નના શુભ મુહૂર્ત

Text To Speech
  • કમૂરતા 15 ડિસેમ્બર, 2024થી શરૂ થઈને 14 જાન્યુઆરી, 2025એ પૂર્ણ થશે. ત્યારબાદ વર્ષ 2025માં લગ્નના શુભ મુહૂર્ત જોવા મળશે

HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય યોગ્ય મુહૂર્ત જોયા વિના કરવામાં આવતું નથી. આ વર્ષે 15 ડિસેમ્બરે રાત્રે 10:19 કલાકે સૂર્ય વૃશ્ચિક રાશિ છોડીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે કમૂરતા શરૂ થશે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ સુધી શુભ કાર્યો પર વિરામ રહેશે. નવા વર્ષમાં 16 જાન્યુઆરી પછી લગ્નની શહેનાઈ વાગશે. આ પહેલા કમૂરતાના પ્રભાવને કારણે લગ્ન સહિતના અન્ય શુભ કાર્યો થશે નહીં. માન્યતાઓ અનુસાર યોગ્ય સમયે અને મુહૂર્તે શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. લગ્ન એ પણ હિંદુ ધર્મના શુભ કાર્યોમાંનું એક છે. તેથી લગ્ન પહેલા પણ શુભ તિથિ અને સમય જોવામાં આવે છે. વર્ષના પ્રથમ મહિનામાં મકરસંક્રાંતિ પછી લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત આવશે.

કમૂરતા ક્યારે સમાપ્ત થશે?

જ્યારે સૂર્ય ધનરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કમૂરતા સમાપ્ત થશે. કમૂરતા 14મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. ત્યારપછી શુભ કાર્યો ફરી શરૂ થશે. એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તેના ગુરુની સેવામાં લાગી જાય છે અને તેનો પ્રભાવ ઓછો થાય છે. શુભ કાર્યના સમયે સૂર્ય અને ગુરુ બંનેનું શુભ સ્થાનમાં હોવું જરૂરી માનવામાં આવે છે. આ કારણથી કમૂરતામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

Marriage

2025 માં લગ્ન માટેનો શુભ સમય

જાન્યુઆરી – 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26 અને 27

ફેબ્રુઆરી – 2, 3, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23 અને 25 .

માર્ચ – 1, 2, 6, 7 અને 12

એપ્રિલ – 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30

મે – 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27 અને 28.

જૂન – 2, 4, 5, 7, 8

નવેમ્બર – 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25 અને 30

ડિસેમ્બર – 4, 5 અને 6

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

આ પણ વાંચોઃ શુક્ર પ્રદોષ વ્રત કેમ રાખવામાં આવે છે? જાણો મુહૂર્ત અને પૂજા વિધિ

આ પણ વાંચોઃ માયાવી ગ્રહ રાહુ વર્ષ 2025માં ત્રણ રાશિઓને મોજ કરાવી દેશે

Back to top button