ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશેઃ જાણી લો ઘટસ્થાપનાના શુભ મુહુર્ત
ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ આદિશક્તિ મા દુર્ગાને સમર્પિત છે. ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ હિંદુ નવવર્ષનું આગમન માનવામાં આવે છે. સમગ્ર ભારતમાં નવરાત્રિનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે. આખા વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે.
નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ એકમથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેનું સમાપન નોમના દિવસે થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચના રોજ થશે અને તેનું સમાપન 30 માર્ચના રોજ થશે.
ચૈત્રી નવરાત્રિની તિથિઓ
પહેલો દિવસઃ માં શૈલપુત્રી (22 માર્ચ, બુધવાર)
બીજો દિવસઃ માં બ્રહ્મચારિણી (23 માર્ચ, ગુરૂવાર)
ત્રીજો દિવસઃ માં ચંદ્રઘંટા (24 માર્ચ, શુક્રવાર)
ચોથો દિવસઃ માં કુષ્માંડા (25 માર્ચ, શનિવાર)
પાંચમો દિવસઃ માં સ્કંદમાતા (26 માર્ચ, રવિવાર)
છઠ્ઠો દિવસઃ માં કાત્યાની (27 માર્ચ, સોમવાર)
સાતમો દિવસઃ માં કાલરાત્રિ (28 માર્ચ, મંગળવાર)
આઠમો દિવસઃ માં મહાગૌરી (29 માર્ચ, બુધવાર)
નવમો દિવસઃ માં સિદ્ધિદાત્રી (30 માર્ચ, ગુરૂવાર)
ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપન મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચ, 2023ના રોજ થશે. આ દિવસે ઘટસ્થાપનાનું શુભ મુહુર્ત સવારે 6.29થી શરૂ થઇને સવારે 7.40 સુધી રહેશે.
આ પણ વાંચોઃ હવે ડેસ્ટિનેશન પર પહોંચવું વધુ મોંઘું થશે, આ તારીખથી ટોલ ટેક્સ આટલો વધી જશે !