ટ્રેન્ડિંગમનોરંજન

’12th Fail’ ક્યારે થશે OTT પર રિલીઝ, જાણો અહીં તારીખ

Text To Speech
  • 12th Failએ સિનેમાઘરોમાં ઘુમ મચાવ્યા બાદ હવે OTT પર આવવા તૈયાર.
  • 12th Fail ફિલ્મ જોવાની બાકી રહી ગઈ છે તો ચિંતા ન કરો હવે 29 ડિસેમ્બરે તમે તમારા ફોનમાં પણ જોઈ શકાશે.

HD ન્યૂઝ ડેસ્ક, 24 ડિસેમ્બર: વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિતમાં તૈયાર થયેલ ફિલ્મ ’12મી ફેલ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. સિનેમાઘરોમાં 50 દિવસ પૂરા કર્યા બાદ હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ રહી છે. ’12th Fail’ આઈપીએસ ઓફિસર મનોજ શર્માના જીવન પર આધારિત છે. જે 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2300 શો સાથે 600 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. લોકોએ ફિલ્મને ખૂબ જ સારો રિવ્યુ આપ્યો છે. જેઓ થિયેટરોમાં ’12th Fail’ ફિલ્મ જોઈ શક્યા નથી તેઓ હવે આ ફિલ્મ ગમે ત્યાં અને ગમે ત્યારે જોઈ શકશે.

’12th Fail’ OTT પર થશે રિલીઝ

વિક્રાંત મેસીની હિટ ફિલ્મ ’12th Fail’ હવે OTT પ્લેટફોર્મ Disney + Hotstar પર રિલીઝ થશે. આ ફિલ્મ 29 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ પર જોવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારે પોતે ’12મી ફેલ’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. ડિઝની પ્લસ હોટસ્ટારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો એક વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘જો કોઈ એવી ફિલ્મ હોય જે 2024 પહેલા જોવી જોઈએ, તો તે 12th Fail છે’.

 

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

શું છે ફિલ્મમાં?

ફિલ્મ ’12મી ફેલ’એ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ’12મી ફેલ’ રૂ. 20 કરોડના બજેટ સાથે બની હતી અને તેણે બોક્સ ઓફિસ પર રૂ. 53.35 કરોડનું કલેક્શન કર્યું હતું. ’12મી ફેલ’ અનુરાગ પાઠક દ્વારા લખાયેલ પુસ્તક પર આધારિત IPS ઓફિસર મનોજ કુમાર શર્માની વાર્તા છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમણે IPS બનવા માટે કેવી રીતે સંઘર્ષ કર્યો હતો.

29 ડિસેમ્બરે OTT પર ’12th Fail’

વિક્રાંત મેસીની ફિલ્મ ’12મી ફેલ’ થિયેટરો પછી ઓટીટી પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થવા જઈ રહી છે. વિક્રાંત મેસી ઉપરાંત આ ફિલ્મમાં મેધા શંકર, અનંત વી જોશી, અંશુમન પુષ્કર અને પ્રિયાંશુ ચેટર્જી છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ ’12મી ફેલ’ OTT પર 29 ડિસેમ્બરે ધુમ મચાવા જઈ રહી છે.

આ પણ વાંચો: ઈન્ડિયન ફિલ્મોની ટોપ ઓપનરની યાદીમાં પ્રભાસનો જલવો, જાણો શાહરૂખ કયા સ્થાને?

Back to top button