બહુ જલદી આવી ગયા નહીં! 9માં નંબરે બેટીંગ કરવા આવતા સહેવાગે ધોનીની મજાક ઉડાવી, ચાહકોને પણ ન ગમ્યું

IPL 2025: આઈપીએલમાં એમએસ ધોનીની એક ઝલક જોવા માટે મેદાનમાં હજારો ફેન્સ આવતા હોય છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે તે બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરે છે તો ફેન્સ ખુશીથી ઝુમવા લાગે છે. પણ એમએસ ધોનીની બેટિંગ ઓેર્ડર છેલ્લી કેટલીક સીઝનમાં અનેક સવાલો પેદા કરે છે. હકીકતમાં જોઈએ તો, તે ખૂબ જ નીચે ક્રમે બેટીંગ કરવા આવે છે અને છેલ્લી ઓવરમાં જ ક્રીઝ પર જોવા મળે છે. આરસીબી વિરુદ્ધની મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જે ફેન્સને જરાં પણ પસંદ ન આવ્યું. ફેન્સ ઉપરાંત પૂર્વ ક્રિકેટરે પણ તેના પર સવાલો ઊભા કર્યા. જેમાં ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ પણ સામેલ છે.
Nah this is so embarrassing😭😭 pic.twitter.com/0uShSG5N6S
— Suprvirat (@ishantraj51) March 28, 2025
વીરેન્દ્ર સહેવાગે એમએસ ધોનીની મજાક ઉડાવી
આરસીબી વિરુદ્ધ 197 રનના ટાર્ગેટનો પીછો કરતા એમએસ ધોની 9માં નંબર પર બેટીંગ કરવા ઉતર્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આર અશ્વિનને તેની પહેલા બેટીંગ કરવા મોકલ્યો હતો. તે સમયે જરુરી રન રેટ 15ની આસપાસ હતી અને ટીમને ઝડપી રનની જરુર હતી. જે બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ભડકી ગયા હતા. તમામનું માનવું હતું કે, ધોનીની જલદી બેટીંગ કરવા આવવું જોઈતું હતું. ત્યારે આવા સમયે જ્યારે ક્રિકબઝના એક શોમાં વીરેન્દ્ર સહેવાગથી ધોનીના બેટીંગ ઓર્ડર પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કટાક્ષભર્યા અંદાજમાં જવાબ આપ્યો હતો.
વીરેન્દ્ર સહેવાગે ધોનીના બેટીંગ ઓર્ડર પર કહ્યું કે, ધોની જલદી આવી ગયા નહીં…હવે તેઓ આવ્યા તો 16 ઓવર તો થઈ ગઈ હતી, મોટા ભાગે તેઓ 19મી અથવા 20મી ઓવરમાં આવે છે, આ વખતે જલદી આવી ગયા. કા તો તેઓ જલદી આવી ગયા અથવા તેમના બેટ્સમેનોએ જલદી વિકેટ ખોઈ દીધી. વીરેન્દ્ર સહેવાગનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
ઇરફાન પઠાણ પણ નાખુશ દેખાતા હતા
વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પણ ધોનીના નિર્ણયથી નાખુશ દેખાતા હતા. ઇરફાન પઠાણે પોતાના ઓફિશિયલ x એકાઉન્ટ પર લખ્યું, ‘હું ક્યારેય ધોનીને 9મા નંબર પર બેટિંગ કરવાના પક્ષમાં નહીં રહું. આ ટીમ માટે યોગ્ય નથી. આ મેચમાં 9મા નંબર પર બેટિંગ કરી રહેલા ધોનીએ 16 બોલમાં 187.50 ના સ્ટ્રાઈક રેટથી અણનમ 30 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. આવી સ્થિતિમાં, જો ધોની બેટિંગ ક્રમમાં ઉપર રમ્યો હોત, તો પરિણામ અલગ હોત.
આ પણ વાંચો: IPL 2025: મુંબઈ ઈંડિયંસના કપ્તાન બદલાયા, હવે આ સ્ટાર ખેલાડી સંભાળશે ટીમની કમાન