24 સપ્ટેમ્બરે શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: વૃષભ, મિથુન, કન્યા સહિત 6 રાશિના જાતકોને લાભ
24 સપ્ટેમ્બરના રોજ શુક્ર ગ્રહ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તેમજ કન્યા રાશિમાં તા. 18 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારે આ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરતા વૃષભ, મિથુન, કન્યા સહિતની 6 રાશિના જાતકોને લાભ થશે તેમજ આ ગ્રહની સ્થિતિ સારી હોવાથી જીવનમાં અનેક સુખ-સુવિધાઓ મળે છે. કન્યા રાશિમાં પ્રવેશના કારણે લગ્નજીવનમાં પણ શુક્રની અસર પડી શકે છે. જો કુંડળીમાં આ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો લગ્નજીવન સુખદ રહે છે અને જો શુક્રની નબળી સ્થિતિ હશે તો લગ્નજીવનને ખરાબ થઈ શકે છે. આ ગ્રહની ગતિ બદલાતા તેની અસર બધી જ રાશિઓ પર પડશે.
શુક્રનું રાશિ બદલવું મોટા ભાગના લોકો માટે શુભ જ રહે છે. 24 તારીખના રોજ શુક્રનું રાશિ પરિવર્તન થવાથી વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. ત્યાં જ શુક્રના કારણે મેષ, ધન અને મીન રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે. આ ત્રણેય રાશિના લોકોને નુકસાન થવાના યોગ પણ છે. આ સિવાય કર્ક, સિંહ અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.
તુલા સહિત 6 રાશિના જાતકો માટે શુભ સમય
શુક્રના રાશિ બદલવાથી વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. સુખ-સુવિધાઓ વધશે. અટવાયેલા રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સમય વીતશે. તેમની પાસેથી મદદ મળી શકે છે. અનેક મામલે ફાયદો આપનાર સમય રહેશે.
મેષ, ધન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
શુક્રના કન્યા રાશિમાં આવી જવાથી મેષ, ધન અને મીન રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. આ ત્રણેય રાશિના લોકોએ લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાન રહેવું જોઈએ. શુક્રને કારણે આ રાશિના લોકોના કામકાજમાં ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે તણાવ વધી શકે છે. વિવાદ થવાની પણ શક્યતા છે. શુક્રના કારણે સુખ-સુવિધાઓમાં ઘટાડો આવી શકે છે. દોડભાગ પણ બની રહેશે. લવલાઇફ અથવા લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. બિનજરૂરી ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.
આ પણ વાંચો: પિતૃ પક્ષના છેલ્લાં બે દિવસ ચૌદશ અને અમાસ ખાસ કેમ?