જ્યારે ક્યાંય નતી મળી રહી નોકરી ત્યારે આ વ્યક્તિએ લગાવ્યું એવું મગજ કે દુનિયાભરમાંથી આવવા લાગી નોકરીની ઓફર
તાજેતરમાં, એક વ્યક્તિએ નોકરી મેળવવા માટે એટલી શક્તિશાળી પદ્ધતિ અજમાવી છે, જેની તમે તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય
ચીન, 17 જુલાઈ: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે સારી નોકરી અને મોટું સેલરી પેકેજ હોય, પરંતુ આ પણ નસીબની વાત છે. જ્યાં કેટલાક લોકોને તેમની સર્જનાત્મકતાના કારણે આ તક ઝડપથી મળી જાય છે. કેટલાક લોકો દિવસ-રાત મહેનત કરવા છતાં વાસ્તવિક જીવનમાં તેમના સપનાને જીવી શકતા નથી. આવા લોકોની વાતો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા અને વાંચવામાં મળે જ છે. તાજેતરમાં જ આવી એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, જેને લઈને દરેક સ્તબ્ધ છે. વાસ્તવમાં એક વ્યક્તિએ નોકરી મેળવવા માટે એટલી શક્તિશાળી રીત અજમાવી છે, જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. વ્યક્તિના વિચારને જાણ્યા પછી તમે પણ કહેશો ગજબ છે યાર.
QR કોડનો કરો ક્રિએટિવ ઉપયોગ
વાસ્તવમાં, ચીનનો 21 વર્ષીય સોંગ જિયાલે તેમાંથી એક છે, જેણે નોકરી મેળવવા માટે એક એવી પદ્ધતિ અપનાવી જેના વિશે તમે વિચારી પણ નહીં શકો. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના આ યુગમાં ક્રિએટિવીટીનો યોગ્ય ઉપયોગ તમને પ્રખ્યાત બનાવી શકે છે, જેમ કે આ વ્યક્તિ સાથે પણ થયું છે. પોતાની ક્રિએટીવીટીના કારણે આ વ્યક્તિએ ડીજીટલ દુનિયામાં એવા પ્રયોગો કર્યા છે કે દરેક તેના આઈડિયાના વખાણ કરતા થાકતા નથી. તમે આજ સુધી રેસ્ટોરન્ટના મેનૂથી લઈને વિવિધ પ્રકારની પેમેન્ટ કરવા માટે QR કોડનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ ચીનના આ વ્યક્તિએ આ QR કોડનો ઉપયોગ એટલી રચનાત્મક રીતે કર્યો છે કે તમે પણ તેના મગજથી પ્રભાવિત થઈ જશો.
પોતાની જાતની જાહેરાત કરવા માટે બની ગયો હરતું- ફરતું પોસ્ટર
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીનના હેનાન પ્રાંતના 21 વર્ષીય સોંગ જિયાલે સારી નોકરીની શોધમાં હતો. તે વુહાન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ જીઓમેટિક્સમાંથી સ્નાતક હતો. તાજેતરમાં, તેણે ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરી હતી, પરંતુ તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેને સફળતા મળી ન હતી. આ દરમિયાન પોતે પોતાના કામને પ્રમોટ કરતી વખતે તેણે એવી જોરદાર યુક્તિ રજૂ કરી કે દર્શકો જોતા જ રહી ગયા. પોતાની જાહેરાત કરવા માટે સોંગ જિયાલે તેનો બાયોડેટા અને QR કોડ સફેદ ટી-શર્ટ પર પ્રિન્ટ કરાવ્યો, પછી તે જ ટી-શર્ટ પહેરીને બધે ફરવા લાગ્યો, એટલે કે તે પોતે જ હરતું- ફરતું પોસ્ટર બની ગયો.
અહીં જૂઓ હરતું- ફરતું પોસ્ટર:
નોકરીઓની ધમાકેદાર ઓફરો આવવા લાગી
સોંગ જિયાલે તેના ટી-શર્ટના આગળના ભાગમાં લખ્યું હતું, હું 2024 બેચનો છું અને નોકરી શોધી રહ્યો છું, કૃપા કરીને પાછળ જુઓ. પાછળના ભાગમાં તેણે તેનો સંપૂર્ણ સીવી પાછળના ભાગમાં છપાયો હતો. ત્યાં એક QR કોડ પણ હતો, જેને સ્કેન કરી શકાતો હતો અને તેનો સંપર્ક પણ કરી શકાતો હતો, પછી સોંગ જિયાલેની આ પદ્ધતિએ કામ કર્યું અને તેની આ ક્રિએટિવીટી ઘણી કંપનીઓનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. કહેવામાં આવી રહ્યું છે કે હાલ સોંગ જિયાલે રાની એપેરલ ઈન્ડસ્ટ્રીમાં કામ મળ્યું છે.
આ પણ વાંચો: બાળકોને નાનપણથી જ મની મેનેજમેન્ટ શીખવવું જરૂરી, આ રીતે જણાવો પૈસાની વેલ્યુ