ગુજરાતચૂંટણી 2022
પુત્રને મેળામાં બોલાચાલી થઇ તો ઉપરાણું લઇને સરપંચ માતાએ યુવકનું બુલેટ સળગાવી દીધું


ભાવનગરના વાકિયામાં મહિલા સરપંચ પુત્ર સાથે યુવાનને થયેલી બોલાચાલીને લઈને મહિલા સરપંચ સહિત પાંચે પેટ્રોલ છાંટી બુલેટ સળગાવી દીધું હતું.
અમરેલીનો યુવક મેળામાં ગયો હતો
મળતી વિગતો અનુસાર અમરેલીમાં પાઠક સ્કુલ સામે રહેતા મુળ વાકિયા ગામના વતની મંગળુ ભીમભાઈ વાળાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં વાકિયા ગામના મહિલા સરપંચ નયનાબેન ભરતભાઈ દાતેવાડીયા, દાદરૂ કાળુભાઈ ગોહિલ, અતુલ નાનકુભાઈ ભુવા, મુકેશ નાનકાભાઈ ડાભેસરા, કિશોર કલ્યાણભાઈ કાનાણી સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 10 જૂનના રોજ તેઓના દિકરા ગૌતમભાઈ ઉર્ફે શક્તિભાઈ અમરેલીથી વાકિયા ગામે આવેલ શીતળા માતાના મંદિરે મેળામાં તેઓનું બુલેટ નંબર GJ-01-NH-5860 લઈને ગયા હતા. આ દરમિયાન મેળામાં મંદિરના ગેટની સામે બુલેટ લઈને ઉભા હતા, ત્યારે સરપંચ નયનાબેનનો દિકરો વિશાલ ભરતભાઈ દાંતેવાડીયા પોતાનું બાઈક લઈ આવી બુલેટ સાથે અથડાવતા બોલાચાલી થઇ હતી. જેથી તેઓ પણ વાકિયા ગામે તેઓના ઘરે ગયા હતા. તે વાતનું મનદુખ રાખી ઉક્ત તમામે ગેરકાયદે મંડળી રચી રાતના 10 વાગ્યાના અરસા દરમિયાન તેઓના ઘરે આવી ‘શક્તિ તું બહાર નિકળ આજે તને જાનથી પતાવી દેવો છે’. તેમ કહી રાડો પાડતા તેઓએ સમજાવેલા પરંતુ તમામે ઉશ્કેરાઈ ‘જો તારો દિકરો શક્તિ બહાર નહી આવે તો તેનું બુલેટ લઈ જઈ પાદરમાં સળગાવી દેશું’ તેમ કહી ઘરેથી બુલેટ લઈ જઈ ગામના પાદરમાં બુલેટ ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દીધુ હતુ. બનાવને લઈ ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઉક્ત બનાવના પગલે પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.