ગુજરાતમાં ટામેટાના ભાવમાં થોડો હાશકારો કરાવ્યો ત્યાં ડુંગળી આંસુ પડાવવા તૈયાર
- ટામેટાના ભાવ કિલોદીઠ રૂ. 240એ પહોંચ્યા બાદ હવે ડુંગળીના વધશે
- રૂ.20 કિલો મળતી ડુંગળી હાલમાં રિટેઈલમાં રૂ.40 કિલો થઇ
- મોંઘવારીએ તો ભારે કરી, શાકભાજીના ભાવ ક્યારે ઓછા થશે
ગુજરાતમાં ટામેટાના ભાવમાં થોડો હાશકારો કરાવ્યો ત્યાં ડુંગળી આંસુ પડાવવા તૈયાર છે. ટામેટાના ભાવ ઘટયા હવે ડુંગળી ત્રણ ગણી વધી રૂ.40ની કિલો થઈ છે. શ્રાવણ નહિનો બેસતાં જ કેળા, સફરજનની કિંમતો પણ વધવા માંડી છે. હોલસેલમાં રૂ.22 કિલો અને રિટેઈલમાં રૂ.40 કિલો ડુંગળી મળી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું મોત, ‘ગ્રીવા’ સિંહણ હવે એકલી પડી
ટામેટાના ભાવ કિલોદીઠ રૂ. 240એ પહોંચ્યા બાદ હવે ડુંગળીના વધશે
ટામેટાના ભાવ કિલોદીઠ રૂ. 240એ પહોંચ્યા બાદ હવે ડુંગળી પણ લોકોને રોવડાવી શકે છે. સામાન્ય દિવસોમાં હોલસેલ માર્કેટમાં રૂ.12 કિલો અને રિટેલમાં રૂ.20 કિલો મળતી ડુંગળી હાલમાં હોલસેલમાં રૂ.22 કિલો અને રિટેઈલમાં રૂ.40 કિલો વેચાણ થઈ રહી છે. જયારે શ્રાવણ માસમાં ડઝન કેળામાં રૂ.25 સુધીનો અને સફરજનમાં કિલોએ રૂ.100 સુધીનો વધારો થઈ ગયો છે. મોંઘવારીએ તો ભારે કરી, શાકભાજીના ભાવ ક્યારે ઓછા થશે.
આ પણ વાંચો: પારંપારિક ચિકિત્સા પદ્ધતિ આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
છેલ્લા એક સપ્તાહથી ટામેટાના ભાવ ઘટવા લાગ્યા
છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી રિટેઈલમાં ટામેટાના ભાવ રૂ.240 કિલો થઈ ગયા હતા. જેનાથી માત્ર સામાન્ય ગૃહિણીઓ જ નહીં પરંતુ હોટેલના માલિકો પણ પરેશાન હતા અને ગમે તેમ કરી ભાવમાં ઘટાડો થાય તેમ ઈચ્છતા હતા. છેલ્લા એક સપ્તાહથી ટામેટાના ભાવ ઘટવા લાગ્યા છે. આજે હોલસેલ માર્કેટમાં ટામેટા કિલોના રૂ.45 અને રિટેઈલમાં રૂ.85 કિલો થઈ ગયા છે. પરંતુ ડુંગળીના ભાવમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં હોલસેલમાં રૂ.12 અને રિટેઈલમાં રૂ.20 કિલો મળતી ડુંગળીના ભાવો ડબલ થઈ ગયા છે. એટલે કે, હોલસેલમાં રૂ.22 કિલો અને રિટેઈલમાં રૂ.40 કિલો ડુંગળી મળી રહી છે. દેશમાં ડુંગળીના સૌથી મોટા હોલસેલ માર્કેટ તરીકે જાણીતા લાસલગાંવમાં એક સપ્તાહમાં 50 ટકાનો વધારો થયો છે. બીજી તરફ વરસાદને લીધે ડુંગળીનો નવો પાક આવતા હજુ એક માસથી વધુ સમય જાય તેમ છે અને ડુંગળીની માંગ વધવાથી ભાવો વધુ ઊંચા જઈ શકે છે.