ગ્લેશિયર પીગળ્યું તો 22 વર્ષ પહેલા દટાયેલા અમેરિકન ક્લાઇમ્બરનો મળ્યો મૃતદેહ, સાથે મળી આ વસ્તુઓ
HD ન્યૂઝ ડેસ્ક, 10 જુલાઈ: પેરુવિયન પોલીસ અને પર્વત બચાવ કર્મચારીઓએ મળીને એક અમેરિકન ક્લાઇમ્બરનો મૃતદેહ મેળવ્યો છે, જે 22 વર્ષ પહેલા પર્વતારોહણ દરમિયાન અચાનક ગમ થઇ ગયો હતો. આ મૃતદેહ પેરુના સૌથી ઊંચા પર્વત પર એક ગ્લેશિયરમાંથી મળી આવ્યો હતો. ગરમી વધતાં ગ્લેશિયર ઓગળ્યું ત્યારે આ અમેરિકન ક્લાઇમ્બરનું મમીફાઇડ શરીર બહાર આવ્યું.
આ મૃતદેહના શરીર પર જૂના બૂટ, ક્રેમ્પન્સ અને કપડાં હજુ પણ મોજૂદ છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ અમેરિકન પર્વતારોહકનું નામ વિલિયમ સ્ટેમ્પફ્લ છે. વિલિયમના મૃત્યુનું કારણ હિમપ્રપાત હોવાનું માનવામાં આવે છે. તેમાં ફસાઈ જવાને કારણે તેઓ બહાર ન આવી શક્યા. બરફ નીચે દબાઈ જવાને કારણે મૃત્યુ થયું.
પેરુનો સૌથી ઊંચો પર્વત હુઆસ્કરન છે. તેની ઊંચાઈ લગભગ 6768 મીટર છે. વિલિયમનો મૃતદેહ 5 જુલાઈએ 5200 મીટરની ઊંચાઈએથી મળી આવ્યો હતો. એટલે કે 17,060 ફૂટ પર. અહીં ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે. આ ગ્લેશિયર છેલ્લા દસ વર્ષથી સતત પીગળી રહ્યું છે. તેનું કદ ઘટી રહ્યું છે.
હુઆસ્કરન નેશનલ પાર્કના રેન્જર એડસન રામિરેઝે જણાવ્યું હતું કે ગરમી ગ્લેશિયરને જોખમમાં મૂકે છે. જેમ જેમ તે ઓગળશે તેમ તેમ તેમાં વર્ષો પહેલા દટાયેલી વસ્તુઓ, જીવો અને પ્રાણીઓ બહાર આવશે. એક અહેવાલ મુજબ, પેરુમાં વિશ્વના ઉષ્ણકટિબંધીય હિમનદીઓનો 65 ટકા હિસ્સો છે. આ પીગળવાનું સૌથી વધુ જોખમ પણ છે.
પેરુવિયન સરકાર અનુસાર, છેલ્લા છ દાયકામાં તેમના તમામ ગ્લેશિયર્સમાંથી 56 ટકા પીગળી ગયા છે. મોટાભાગના ગ્લેશિયર કોર્ડિલરા બ્લેન્કામાં છે. હુઆસ્કરન અને અન્ય ઉચ્ચ શિખરો પણ અહીં જ આવેલા છે.
આ પણ વાંચો : દેશનું આ રાજ્ય સંપૂર્ણપણે ‘વિપક્ષ મુક્ત’ બન્યું, તમામ ધારાસભ્યો ‘NDA ગઠબંધન’માં જોડાયા