વિદેશનો મોહ વધતો જ જાય છે ત્યારે મહેસાણાના યુવકને પાસપોર્ટમાં ચેડા કરવા ભારે પડ્યા
- વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો નથી જેના લીધે ધણી વાર જીવને જોખમમાં મુકવો પડે છે.
- હજીતો હમણાં જ એક ગુજરાતી કપલને ઈરાનથી મહામહેનતે છોડાવ્યું હતું ત્યાં ફરી બે ગુજરાતી દિલ્હી એરપોર્ટ પરથી પક્ડાયા.
- પાસપોર્ટમાં ચેડા કરી વિદેશ જઈ રહ્યા હતાં, શંકા જતા પોલીસે પકડી પાડ્યા.
મહેસાણા જિલ્લાના એક ગામનો યુવક અને 21 વર્ષની અમદાવાદના ગોતાની યુવતી પાસપોર્ટમાં ચેડા કરાવીને કેનેડા જવા નિક્ળા હતા, આ રીતે પક્ડાયા.
ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ હજી ધટતો નથી. જેમ તેમ કરીને લોકોને બસ વિદેશ જવું જ છે, કોઈ પણ પ્રકારે વિદેશમાં ક્યાંય પણ જવા માટે કોઈ પણ રસ્તો અપનાવતા ખચકાતા નથી. જેનું પરિણામ ક્યારેક ઘણું આકરું આવતું હોય છે. વચ્ચે પણ સમાચાર આવ્યા હતા, જેમાં મહેસાણાનો ચૌધરી પરીવાર હોડીમાં અમેરીકા જતાં પાણીમાં આખો પરીવાર ડુબી જતાં મોતને ભેટ્યા હતા. ત્યારે હાલમાં જ અમદાવાદનું એક કપલ ઈરાનમાં કિડનેપ થઈ ગયું હતું. જો કે ગુજરાત સરકારના પ્રયત્નોથી છૂટકારો કરાવવામાં સફળતા મળી પરંતુ આમ છતાં જીવના જોખમે વિદેશ જવાનો મોહ છૂટતો નથી. દિલ્હી એરપોર્ટ પર આવોજ એક કિસ્સો જોવા મળ્યો. જ્યાં નકલી પતિ પત્ની બનીને કેનેડા જઈ રહેલા બે ગુજરાતીઓ ઝડપાઈ ગયા હતા.
એરલાઈનના સ્ટાફને શંકા જતા પકડાયા:
મળતી માહિતી મુજબ 26 વર્ષનો મહેસાણા જિલ્લાના એક ગામનો યુવક અને 21 વર્ષની અમદાવાદના ગોતાની યુવતી પાસપોર્ટમાં ચેડા કરાવીને કેનેડા જઈ રહ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે ચેન્નઇથી વાયા દિલ્હી થઇ ટોરેન્ટો જતી ફ્લાઇટનું તેમણે ચેક-ઇન પણ કરાવી લીધુ. પરંતુ એરલાઈનના સ્ટાફને શંકા જતા તપાસ હાથ ધરાઈ અને આખરે ભાંડો ફૂટી ગયો. યુવક યુવતી કેનેડા પહોંચ્યા બાદ સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ તે પહેલા જ પકડમાં આવી ગયા
પાસપોર્ટમાં ચેડા કરવા ભારે પડ્યા:
તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું કે અમેરિકાના એજન્ટે યુવક અને યુવતીના પાસપોર્ટની સઘળી વ્યવસ્થા કરી હતી. તેમને અપાયેલા પાસપોર્ટ પંજાબના લુધિયાણાના અને માર્ચ 2023માં કેનેડા સેટ થયેલા શિવાની બંસલ અને સની બંસલના હોવાનું જાણવા મળ્યું છે. કપલ 29 માર્ચે વર્ક વિઝાના આધારે કેનેડા ગયુ હતું. અમેરિકાના એજન્ટોએ જેમ તેમ કરીને પંજાબી કપલના પાસપોર્ટ ભારત ભેગા કર્યા અને તેમાં ચેડા કરીને ગુજરાતી યુવક યુવતીને નકલી પતિ પત્ની બનાવી કેનેડા આવવાની પ્રક્રિયા કરાવી દીધી. પણ ફ્લાઈટમાં એરલાઈનના સ્ટાફને શંકા ગઈ અને પર્દાફાશ થયો. પોલીસ તપાસમાં સામે આવી ગયું કે પાસપોર્ટમાં ચેડા કરીને કેનેડા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: પેટ્રોલ પુરાવતી વખતે ખાલી ઝીરો જ નહીં આ વાતનું પણ રાખો ધ્યાન, નહીં તો છેતરાશો