ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજ્યના વિવિધ ભાગોમાં મતગણતરી માટે કેવી છે તૈયારીઓ ? ક્યાં થશે મતગણતરી ?

વિધાનસભાની ચૂંટણીને લઈને આવતી કાલે ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશ બંન્નેની એકસાથે મત ગણતરી થવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં કોણ આવશે અને કોને કેટલા વોટ મળશે, તેમજ કોની સરકાર બનશેની ભારે ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે ગુજરાતમાં ભાજપ પોતાની સત્તા કાયમી રાખવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ શક્ય તેટલા પ્રયાસ કર્યા છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતા 8મી તારીખને આવતી કાલે મત ગણતરી થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં કઈ જગ્યાએ કેવી ચાલી રહી છે મતગણતરી તે જાણીશું.

MCD-elections-2022
ગુજરાત વિધાનસભા મતગણતરી

અમદાવાદમાં કેવી છે મતગણતરીની તૈયારી

અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે 3 કોલેજમાં મતગણતરી થશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતરી યોજાવાની છે. જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કૉલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટ્રોંગરૂમ બહાર પ્રથમ સ્તરમાં CRPF, બીજા સ્તરમાં SRP અને ત્રીજા સ્તરમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે. CCTVથી સતત EVMનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. CCTV હેઠળ જ મતગણતરી કરવામાં આવશે. પહેલા 30 મિનિટ બેલેટ પેપરની મતગણતરી થશે, ત્યારબાદ EVMની મતગણતરી થશે. મતગણતરી સેન્ટર પર અંદર જતા લોકોને પાસ અને આઈકાર્ડની ચકાસણી બાદ જ એન્ટ્રી અપાય છે.

આ પણ વાંચો:બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી અંદાજિત 59 ટકા અને અંતિમ આંકડામાં 6 ટકા મતદાન ? રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય

નર્મદાની તમામ બેઠકોની એક જ જગ્યાએથી મતગણતરી

મતદાનમાં પ્રથમ નંબરે આવનાર નર્મદા જિલ્લાની તમામ બેઠકોના પરિણામ પર આવતીકાલે સૌ કોઈની નજર હશે. નર્મદા, ડેડીયાપાડા અને નાંદોદ બેઠકની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં મતગણતરી થશે. નાંદોદ બેઠકની 22 રાઉન્ડમાં અને અન્ય બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.42 ટકા થયુ હતુ.

ગાંધીનગરમાં મતગણતરીને લઈને ચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગર જિલ્લાની 5 બેઠક માટે આવતીકાલે સેક્ટર 15 માં આવેલી સરકારી કોલેજમાં મતગણતરી કરાશે. જેને લઈ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ચૂંટણી પરિણામને લઈ બનાસકાંઠા તંત્ર સજ્જ

બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠક પર મતગણતરી થવાની છે. જેને લઇ તંત્રએ પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી જગાણા એન્જીનિયરિંગ કોલેજમાં તમામ તૈયારી પૂર્ણ કરી રહ્યુ છે. 550 જેટલો અધિકારી અને કર્મચારીનો સ્ટાફ મતગણતરી પ્રક્રિયામાં હાજર રહેશે. જ્યારે 400 જેટલા પોલીસના જવાનો અને પેરામીલેટ્રી ફોર્સના જવાનો પણ સુરક્ષામાં હાજર રહેશે. એટલું જ નહીં સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી અને વીડિયો રેકોર્ડિંગ સાથે થશે. સાથે જ 9 બેઠકો માટેની ગણતરી માટે અલગ અલગ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ ત્રણ વિભાગમાં મતગણતરી થશે. તો સવારે પાંચ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી એક તરફનો પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે માર્ગ 2 કિલોમીટર બંધ રહેશે.

સુરતમાં SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી

આવતીકાલે મતગણતરીને લઈ સુરતનું તંત્ર સજ્જ છે. સુરતમાં SVNIT કૉલેજ અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરાશે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કૉલેજમાં પ્રવેશતી દરેક કારની તપાસ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે. ગાંધી એન્જિનિયરિંગ કૉલેજમાં 10 બેઠકની મતગણતરી થશે. જ્યારે SVNIT કૉલેજમાં 6 બેઠકની મતગણતરી થશે. 2 ગેટથી મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે.

Election Result Update Hum Dekhenge News

Back to top button