ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધી જ્યારે અચાનક રેસ્ટોરન્ટમાં છોલે-ભટુરા ખાવા પહોંચ્યા,ત્યારે…. જાણો આખી વિગત

  • આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન
    રાહુલ ગાંધીએ દિલ્હીમાં છોલે-ભટુરાનો સ્વાદ ચાખ્યો
    રાહુલે સ્કૂલ પાસેની દુકાનમાંથી આલૂ ટિક્કી ખાવાની યાદો પણ શેર કરી

નવી દિલ્હી,20 મે: લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.લોકસભાના પાંચમાં તબક્કાની ૪૯ લોકસભા બેઠકો માટે કુલ ૬૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની ૩૫ બેઠકો માટે ૨૬૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ ૧૪૭ બેઠકો છે. જેમાંથી ૧૩ મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ ૨૮ બેઠકો પર મતદાન થયું હતું.

૪૯ લોકસભા બેઠકો માટે કુલ ૮.૯૫ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ માટે કુલ ૯૪,૭૩૨ મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ૪૯ લોકસભા બેઠકોમાં સામાન્ય કેટેગરીની ૩૯, અનુસુચિત જનજાતિની ૩ અને અનુસુચિત જાતિની ૭ બેઠકો સામેલ છે. ઓડિશા વિધાનસભાની ૩૫ બેઠકોમાં સામાન્ય શ્રેણીની ૨૧, અનુસુચિત જનજાતિની ૮ અને અનુસુચિત જાતિની ૬ બેઠકો સામેલ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ૧૭ વિશેષ ટ્રેનો, ૫૦૮ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાંચમાં તબક્કામાં જે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્રની ૧૩, પશ્ચિમ બંગાળની ૭, ઓડિશા અને બિહારની ૫-૫, ઝારખંડની ૩ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની ૧-૧ બેઠક સામેલ છે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પંચે સામાન્ય લોકોને ઘરની બહાર આવીને મતદાન કરવા અને સોશિયલ મીડિયા પર લોકોને વોટ કરવા માટે જાગૃત કરવા અપીલ કરી હતી.

રાહુલ ગાંધીએ દિલ્હીમાં છોલે-ભટુરાનો સ્વાદ ચાખ્યો

મતદાનના આગળના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા બ્લોક રેલીને સંબોધિત કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છોલે-ભટુરા ખાવા પહોંચ્યા હતા. કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર આને લગતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમની સ્કૂલ પાસેની દુકાનમાંથી આલૂ ટિક્કી ખાવાની યાદો પણ શેર કરી અને લોકોના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને દિલ્હી વિશે સૌથી વધુ શું પસંદ છે, તો રાહુલે જવાબ આપ્યો કે તેમને ઇતિહાસ પસંદ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતાએ મજાકમાં કહ્યું કે આજે મેં હાનિકારક ખોરાક ખાવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા પણ રાહુલ ગાંધી અચાનક જ દિલ્હીના બંગાળી માર્કેટ, જામા મસ્જિદ વિસ્તારમાં પહોંચી ગયા છે.

અહી જુઓ વીડિયો : 

અહી ઉલ્લેખનીય છે કે વરુણ ગાંધી સુલતાનપુર લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. હાલમાં તેમની માતા મેનકા ગાંધી સાંસદ છે. પાર્ટીએ તેમને ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હવે ચૂંટણીઓ ધીમે ધીમે મતદાન તરફ આગળ વધી રહી છે ત્યારે અત્યાર સુધી કોઈ મોટા નેતાનો ચૂંટણી કાર્યક્રમ યોજાયો નથી. મેનકા ગાંધી તેમના સંગઠનના કાર્યકરો અને પોતાના બળ પર ચૂંટણી લડી રહ્યા છે.ત્યારે વરુણ ગાંધી પ્રચારના છેલ્લા દિવસે પોતાની માતાના ચૂંટણી પ્રચારને ધારદાર બનાવવા આવી શકે છે. આ અંગે આંતરિક તૈયારીઓ ચાલી રહી છે. તે જ સમયે, પડોશી જિલ્લાઓમાં સક્રિય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સુલતાનપુરથી અંતર જાળવી રહ્યા છે. આ વિસ્તાર અમેઠીને અડીને આવેલો છે.

આ પણ વાંચો:  પરિવાર વિરુદ્ધ ચૂંટણી પ્રચારમાં નહીં ઉતરે રાહુલ-પ્રિયંકા, સુલતાનપુર બેઠક પર વરુણ ગાંધીની એન્ટ્રી!

Back to top button