PM મોદીના આર્થિક સલાહકારની ‘બંધારણ’ બદલવાની ભલામણ; વિપક્ષ લાલચોળ
બિબેક દેબરોય આર્ટિકલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોય દ્વારા બંધારણને લઈને લખાયેલા લેખને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. જેડીયુ અને આરજેડીએ કોલમને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. જેડીયુના રાષ્ટ્રીય સચિવ રાજીવ રંજને કહ્યું કે, બિબેક દેબરોયે જે કહ્યું તેનાથી બીજેપી અને આરએસએસની ઘૃણાસ્પદ વિચારસરણીને જાહેર થઇ ગઇ છે.
રાજીવ રંજને કહ્યું, ભારત આવા પ્રયાસોને ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે ભારતના બંધારણને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે બિબેક દેબરોય સિકોફેન્સી કરી રહ્યા છે. JDU નેતાએ કહ્યું કે, બિબેક દેબરોય ક્યારેય આર્થિક નીતિઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકતા નથી પરંતુ અન્ય ક્ષેત્રોના વિષયો પર ચર્ચા કરે છે, જેના વિશે તેઓ જાણતા નથી.
આરજેડીએ પણ સાધ્યું નિશાન
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ કહ્યું કે, આ બિબેક દેબરોયના મોંઢામાંથી બોલાવવામાં આવ્યું છે. સ્થિર પાણીમાં કાંકરા નાખો અને જો મોજા સર્જાતા હોય તો વધુ નાખો અને પછી કહો કે આ માંગ વધવા લાગી છે.
ઝાએ કહ્યું, બંધારણીય મૂલ્ય તેમને સંપૂર્ણ સરમુખત્યારશાહીનું લાયસન્સ નથી આપી રહ્યું, તેથી જ તે હચમચી રહ્યાં છે. આખા બંધારણમાં સુધારો અને ફેરફાર કરવામાં ફરક છે. આરજેડી નેતાએ કહ્યું કે, મોદીજીના દેશમાં અસમાનતા ચરમ પર છે. બંધારણ બદલવાની નહીં કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.
ઝાએ વધુમાં કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે એવો કાયદો બને જ્યાં રાજાના મોંમાંથી જે શબ્દ નીકળે તે કાયદો હોય. હાર પહેરાવીને વિચારો આત્મસાત થતા નથી.
બિબેક દેબરોયે શું લખ્યું હતું?
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયે ધ મિન્ટમાં એક લેખ લખ્યો છે. આમાં તેમણે લખ્યું છે કે આપણું વર્તમાન બંધારણ મોટાભાગે 1935ના ભારત સરકારના કાયદા પર આધારિત છે. 2002માં બંધારણના કામકાજની સમીક્ષા કરવા માટે રચાયેલ કમિશન દ્વારા એક અહેવાલ આવ્યો હતો, પરંતુ તે અધુરી કોશિશ હતી. કાયદાઓમાં સુધારાના અન્ય પાસાઓની જેમ અહીં બીજા પરિવર્તનોથી કામ ચાલશે નહીં.
આ પણ વાંચો-CAGના અહેવાલને ટાંકીને કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર; માંગ્યો જવાબ
લેખમાં આગળ કહ્યું છે કે, આપણે પહેલા સિદ્ધાંતોથી શરૂઆત કરવી જોઈએ જેમ કે બંધારણીય સભાની ચર્ચામાં થયું હતું. 2047 માટે ભારતને ક્યા બંધારણની જરૂર છે?
આખું બંધારણ બદલવાની વાત કરો
દેબરોયે લખ્યું છે કે કેટલાક સુધારા કામ નહીં કરે. આપણે ડ્રોઈંગ બોર્ડ પર પાછા જવું જોઈએ અને પ્રથમ સિદ્ધાંતોથી શરૂઆત કરવી જોઈએ, આ પ્રશ્ન પૂછવું જોઈએ કે પ્રસ્તાવનામાં હવે સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા જેવા શબ્દોનો અર્થ શું છે. આપણે લોકોએ પોતાને નવું બંધારણ આપવું પડશે.
આ પણ વાંચો-સોનિયા ગાંધી અને રાહુલના કહેવાથી કોંગ્રેસ અધ્યક્ષ પદ મળ્યુંઃ મલ્લિકાર્જુન ખડગે