ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

પીવી સિંધુને બચાવવા જ્યારે મનુ ભાકરે ફેક પ્રોફાઇલ બનાવી હતી! જાણો ઘટના

Text To Speech
  • મનુ ભાકરે બે ઓલિમ્પિક મેડલ હાંસલ કરતાં પીવી સિંધુએ કર્યા વખાણ, સિંધુને મનુ ભાકર પોતાની રોલ મોડલ માને છે

નવી દિલ્હી, 31 જુલાઇ: મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-2024માં બે મેડલ જીત્યા છે. આ સાથે તે ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીતનારી ત્રીજી ખેલાડી બની ગઈ છે. તેના પહેલા આ કામ પુરૂષ રેસલર સુશીલ કુમાર અને મહિલા બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ કરી ચુક્યા છે. પીવી સિંધુ એવી ખેલાડી છે જેને મનુ ભાકર પોતાની રોલ મોડલ માને છે અને એકવાર મનુ ભાકરે પીવી સિંધુને ઓનલાઈન ટ્રોલર્સથી બચાવવા માટે ફેક પ્રોફાઇલ પણ બનાવી હતી.  પોતે મનુ ભાકરે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ પછી મનુએ સરબજોત સિંહ સાથે મળીને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

પીવી સિંધુ અને નીરજ ચોપરાની ફેન 

બીજો મેડલ જીત્યા બાદ મનુ ભાકરે એક ઇન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું હતું કે, તે પીવી સિંધુ અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાની મોટી ફેન છે. તેણીએ કહ્યું કે, “હું ભારતીય ઈતિહાસમાં ઘણા મોટા નામોને જાણું છું. મારા સમયમાં પીવી સિંધુ અને નીરજ ચોપરા છે. હું તેમની ખૂબ પ્રશંસા કરું છું અને તે બંને જે મહેનત કરે છે તેની હું પ્રશંસક છું. એકવાર તો મેં પીવી સિંધુને ઓનલાઈન હેટર્સથી બચાવવા માટે ફેક પ્રોફાઇલ પણ બનાવી હતી.”

પીવી સિંધુએ ખુશી વ્યક્ત કરી

ઓલિમ્પિકમાં મનુની બેવડી સફળતાથી સિંધુ પણ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કરીને મનુ ભાકરનું તેના ક્લબમાં સ્વાગત કર્યું છે. તેમણે લખ્યું છે, “મહાન સ્વીટહાર્ટ!!! બે ઓલિમ્પિક મેડલની ક્લબમાં આપનું સ્વાગત છે. હજુ વધુ આગળ જવાનું છે.”

આ પણ જૂઓ: IPL 2025 મેગા ઓક્શનઃ ટીમોના ખેલાડીઓની બલ્લે-બલ્લે, મળશે ભરપૂર પૈસા

Back to top button