‘દીકરી નહિ પણ વહુ છે’, જ્યારે જ્યાએ ઐશ્વર્યા રાયને દીકરી માનવાનો ઈનકાર કર્યોં; જુઓ વીડિયો


મુંબઈ- 14 ઓગસ્ટ : ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોમાં ખટરાગની અટકળો છે. ખાસ કરીને આ દંપતી અંબાણી વેડિંગમાં અલગ-અલગ આવ્યા ત્યારે બંનેના ડિવોર્સની વાતને લઇને વધુ વેગ મળ્યો.
અભિનેત્રી રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં માત્ર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે આવી હતી.જ્યારે અભિષેક તેના માતા-પિતા તથા બહેન સાથે અલગથી આવ્યો હતો. આ દરમિયાન જયા બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઐશ્વર્યા રાયને કહી રહી છે કે તે મારી દીકરી નથી પણ વહુ છે. આ કહેવા પાછળનું કારણ શું? આ વીડિયોમાં જયાએ પોતાના બાળકો અને પરિવાર વિશે ઘણા ખુલાસા કર્યા છે.
View this post on Instagram
પુત્રવધૂ વિશે જયા બચ્ચને શું કહ્યું?
વાયરલ થઈ રહેલા જયા બચ્ચનના જૂના વીડિયોમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “દીકરી અને વહુમાં ફરક હોય છે. દીકરીઓ ઘણીવાર તેમના માતા-પિતાને લાઈટલી લે છે પરંતુ તેમના સાસરિયાઓ સાથે તેમનું વર્તન અલગ હોય છે. એક સાસુ તરીકે હું માનુ છુ કે, મારે ઐશ્વર્યા રાય સાથે કડક બનવાની જરૂર નથી કારણ કે, તે મારી દીકરી નથી પણ પુત્રવધુ છે. ઐશ્વર્યાની માતાને તેની સાથે કડક બનવાનો હક છે. આજે હું પોતાને ભાદુરી કરતાં બચ્ચન જેવી વધુ અનુભવું છું.”
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા. આ દંપતીને એક પુત્રી આરાધ્યા છે. અભિષેકે એકવાર કોફી વિથ કરણમાં ઐશ્વર્યા અને જયા વચ્ચેના સંબંધો વિશે ખુલાસો કરતા કહ્યું હતુ કે, લગ્ન પછી જ્યારે કોઈ સ્ત્રી પતિના ઘરે આવે છે ત્યારે તે એકલતા અનુભવે છે. આવા સમયે તેને કમ્ફર્ટેબલ ફીલ કરાવવામાં સાસુનો ખાસ રોલ હોય છે.
જ્યારે આજ શો માં જયા બચ્ચને પણ કહ્યું હતુ કે, જ્યારે શ્વેતા બચ્ચનના લગ્ન થયા ત્યારે અમિતાભ બચ્ચને ખાલીપો અનુભવતા હતા. તે દીકરીના પ્રેમ માટે ઝંખતા હતા, તે અભાવ ઐશ્વર્યા જ્યારે લગ્ન કરીને ઘરે આવી ત્યારે પૂરો થયો. અમિતાભ હંમેશા ઐશ્વર્યાને દીકરી માને છે.
આ પણ વાંચો : કંગનાના દમદાર અંદાજ અને રોમાંચથી ભરપૂર “ઈમરજન્સી”નું ટ્રેલર રીલીઝ