- વર્ષ 2024માં વિજયા એકાદશી તિથિ 06 માર્ચે સવારે 06:31 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચે સવારે 04:12 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 06 માર્ચના રોજ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વિશેષ મહત્વ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ દિવસે વ્રત –ઉપવાસ રાખે છે. આ દિવસે વિધિ વિધાન પૂર્વક ભગવાનની ઉપાસના કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર મહિને બે એકાદશી આવે છે. મહા વદ એકાદશી આ વર્ષે 6 માર્ચ, 2024ના રોજ ઉજવવામાં આવશે. જાણીએ વિજયા એકાદશી પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્ત્વ
વિજયા એકાદશીનું મુહૂર્ત
વર્ષ 2024માં વિજયા એકાદશી તિથિ 06 માર્ચે સવારે 06:31 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચે સવારે 04:12 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 06 માર્ચના રોજ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
આ રીતે કરો વિજયા એકાદશીની પૂજા
આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ આચમન કરીને પોતાને શુદ્ધ કરો. હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા પણ લો. પૂજા કરવાના બાજોઠ પર ભગવાન વિષ્ણુના ફોટા કે મૂર્તિની સ્થાપના કરો. ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. હવે પીળા રંગના ફળ, ફૂલ અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો. હવે દીવો પ્રગટાવો અને આરતી કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. છેલ્લે ઘરના તમામ સભ્યોને પ્રસાદ આપો.
વિજયા એકાદશીનું મહત્ત્વ
આ વ્રત કરનારી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. શાસ્ત્રો અનુસાર, લંકા પર વિજય મેળવવાની મનોકામનાથી ભગવાન રામે સમુદ્ર કિનારે આ વ્રત કર્યું હતુ. ત્યારબાદ તેમને રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો. તેમજ આ વ્રત કરવાથી જીવનમાં સંપન્નતા રહે છે. સાથે સાથે સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
વિજયા એકાદશીએ બુધનુ પરિવર્તન આ રાશિને કરશે અસર
બુધવારે રાતે 3.30 વાગ્યે ગ્રહોનો રાજકુમાર ગણાતો બુધ ગ્રહ પરિવર્તન કરીને શનિની રાશિ કુંભથી ગુરુની રાશિ મીનમાં જશે. અહીં 25 માર્ચ સુધી બુધ રહેશે અને પોતાનો પ્રભાવ સ્થાપિત કરશે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા રાશિના લોકોને તેની અસર જોવા મળશે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી 2024: બીલીપત્ર ચઢાવવાથી કેમ પ્રસન્ન થાય છે મહાદેવજી?