ક્યારે છે વટ સાવિત્રી વ્રત? શું છે મહત્ત્વ?


- વટ સાવિત્રીનું વ્રત પરિણિત મહિલાઓ પતિના દીર્ધાયુ માટે કરે છે
- વટ સાવિત્રી વ્રત વૈશાખ મહિનાની અમાસના દિવસે આવે છે
- વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે
વટ સાવિત્રીનું વ્રત પરિણિત મહિલાઓ પતિના દીર્ધાયુ માટે કરે છે. આ દિવસે તેઓ વડની પૂજા કરે છે અને આ વ્રતનો સંકલ્પ લે છે. વટ સાવિત્રી વ્રત વૈશાખ મહિનાની અમાસના દિવસે આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત પર શનિ જયંતિ પણ છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ સંયોગની વચ્ચે વટ સાવિત્રીનું વ્રત કરવાથી અને સાચા મનથી પૂજા કરવાથી વ્રત કરનારને વિશેષ લાભની પ્રાપ્તિ થશે અને શુભ કાર્ય સંપન્ન થશે.
કેવી રીતે કરાય છે વ્રત?
વડના ઝાડની એટલે પૂજા કરવામાં આવે છે કેમકે તેનાથી પતિનું આયુષ્ય વડ વૃક્ષ જેટલુ લાંબુ થાય. આ દિવસે સ્ત્રીઓ વડના ઝાડની 108 વખત પરિક્રમા કરે છે અને સુતરનો તાંતણો લપેટે છે. સિંદુર, સુહાગ કે સામાન તેને અર્પિત કરે છે. મીઠાઇ આપીને પૂજા અર્ચના કરે છે. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કર્મ પણ કરવામાં આવે છે અને તેમને તૃપ્ત કરવામાં આવે છે.
શું છે પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્યતા અનુસાર સાવિત્રીએ વડના ઝાડ નીચે પોતાના મૃત પતિ સત્યવાનને જીવનદાન અપાવ્યુ હતુ. આ કારણ છે કે વટ સાવિત્રીના વ્રત પર મહિલાઓ વટ વૃક્ષની પૂજા કરે છે.
ક્યારે છે વટ સાવિત્રીનું વ્રત
વટ સાવિત્રીનું વ્રત 18 મેની રાતે 9.42 મિનિટે શરૂ થશે અને રાતે 9.22 મિનિટે ખતમ થશે. આ દિવસે શનિ જયંતિ પણ છે અને આ દિવસે સિદ્ધ યોગનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. તેથી મહિલાઓને સદૈવ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ સુર્યનો શુક્રની રાશિમાં પ્રવેશઃ આ ચાર રાશિઓને ફાયદો કરાવશે