ટ્રેન્ડિંગધર્મ

વટ સાવિત્રી વ્રત ક્યારે? જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Text To Speech
  • હિંદૂ પંચાંગ અનુસાર જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત જેઠ મહિનાની અમાસ ઉપરાંત પૂનમે પણ રાખવામાં આવે છે

હિંદૂ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્ત્વ છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અને સારા આરોગ્ય માટે નિર્જલા વ્રત કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી દાંપત્ય જીવન સારું રહે છે. હિંદૂ પંચાંગ અનુસાર જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની અમાસ ઉપરાંત પૂનમે રાખવામાં આવે છે.

જાણો મુહૂર્ત

હિંદૂ પંચાગ અનુસાર જેઠ મહિનાની અમાસ 5 જૂન 2024ના રોજ સાંજે 7.54 વાગ્યે શરૂ થાય છે અને 6 જૂન સાંજે 6.07 વાગ્યે સમાપ્ત થાય છે. વટ સાવિત્રીનું વ્રત 6 જૂનના રોજ કરવામાં આવશે.

વટ સાવિત્રી વ્રતનો પૂજા સમય

પૂજા સમયઃ સવારે 10.36 વાગ્યાથી બપોરે 2.04 સુધી

વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ

હિંદૂ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે પતિવ્રતા સાવિત્રી પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત લઈ આવી હતી. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. એવું કહેવાય છે કે વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ હોય છે અને જે સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત રાખે તેને અકાલ મૃત્યુનો ભય હોતો નથી. શાસ્ત્રો એમ પણ કહે છે કે વટ સાવિત્રીનું વ્રત કરવાથી પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

વટ સાવિત્રી વ્રત ક્યારે? જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વ hum dekhenge news

શનિ જયંતિના દિવસે વટ સાવિત્રીનું વ્રત

જેઠ મહિનાની અમાસના દિવસે વટ સાવિત્રીના વ્રતની સાથે શનિ જયંતિ પણ છે. આ દિવસે કાળી ગાયની પૂજા અવશ્ય કરો. આ સાથે શનિદેવની પૂજા કરો અને સરસવનું ચેલ ચઢાવો. આ ઉપરાંત છાયા દાન પણ કરી શકો છો.

જેઠ પૂર્ણિમાએ આ વ્રત ક્યારે છે?

હિંદૂ પંચાંગ અનુસાર જેઠ મહિનામાં બે વખત વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. હિંદૂ પંચાગ અનુસાર જેઠ પૂર્ણિમા 21 જૂન 2024ના રોજ સવારે 7.31 વાગ્યાથી શરૂ થઈને 22 જૂન સવારે 6.37 વાગ્યા સુધી છે.

પૂજાનો સમય

સવારે 5.24 વાગ્યાથી લઈને સવારે 10.38 સુધી

આ પણ વાંચોઃ મોહિની એકાદશીનું શું છે મહત્ત્વ? જાણો શુભ યોગ અને મુહૂર્ત

Back to top button