2025માં વસંત પંચમી ક્યારે છે? નોંધી લો તારીખ અને પૂજા-વિધિ
- વસંત પંચમી ફેબ્રુઆરી મહિનામાં આવશે. આ દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. આ દિવસથી જ વસંતઋતુની શરૂઆત થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. આ દિવસથી વસંતઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને જ્ઞાન, સંગીત, કળા અને વિજ્ઞાનની દેવી માનવામાં આવે છે. આ દિવસને શ્રી પંચમી અને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ તમામ શુભ કાર્યો માટે યોગ્ય માનવામાં આવે છે. આ કારણથી વસંત પંચમીનો દિવસ વણજોયા મુહૂર્તના નામથી પ્રખ્યાત છે અને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ મંગળ ગ્રહ 21 જાન્યુઆરીએ વક્રી થઈને ત્રણ રાશિઓનું ભાગ્ય ખોલશે
2025માં વસંત પંચમી ક્યારે છે?
2025 માં વસંત પંચમીનો તહેવાર 2 ફેબ્રુઆરી 2025, રવિવારના રોજ છે. આ દિવસે લગ્ન, વિવાહ, નામકરણ, ગૃહપ્રવેશ અને ખરીદી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે લગ્ન કરનાર લોકોને તમામ દેવી-દેવતાઓ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે અને દંપતીનું બંધન સાત જન્મો સુધી રહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનો તિલકોત્સવ વસંત પંચમીના દિવસે યોજાયો હતો. તેથી આ દિવસ લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ષટતિલા એકાદશી પર તલનું શું હોય છે મહત્ત્વ? જાણો પૂજા વિધિ
હિન્દુ માન્યતા અનુસાર માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. એક લોકપ્રિય દંતકથા અનુસાર વસંત પંચમીના દિવસે બ્રહ્માજીએ માતા સરસ્વતીની રચના કરી હતી. ભગવાન બ્રહ્માએ એક દેવીની રચના કરી જેના ચાર હાથ હતા. એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક, ત્રીજા હાથમાં માળા અને ચોથો હાથ વરની મુદ્રામાં હતો. બ્રહ્માજીએ માતા સરસ્વતીને વીણા વગાડવાનું કહ્યું, જેના પછી વિશ્વની દરેક વસ્તુઓમાં સ્વર આવ્યો. આ કારણે તેમણે વાણીની દેવી માતા સરસ્વતીનું નામ આપ્યું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા સરસ્વતીને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી બુદ્ધિનું વરદાન મળે છે.
પૂજા પદ્ધતિ
સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થાન પર એક પીળું કપડું પાથરીને તેના પર માતા સરસ્વતીનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરો. આ પછી કળશ, ભગવાન ગણેશ અને નવગ્રહની પૂજા કરીને દેવી સરસ્વતીની પૂજા કરો. મીઠાઈ અર્પણ કરીને આરતી કરો.