ટ્રેન્ડિંગધર્મ

ક્યારે છે જગતના નાથ જગન્નાથની રથયાત્રાઃ આ રહ્યા તિથિ અને સમય

Text To Speech
  • જગન્નાથજીની રથયાત્રા દેશભરમાં ઉજવાતો તહેવાર છે
  • આ વર્ષે રથયાત્રા 20 જુન, મંગળવારના રોજ નીકળશે
  • અમદાવાદમાં 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ 

જગતના નાથ જગન્નાથજીની રથયાત્રા એક મહત્ત્વનો તહેવાર છે, આ તહેવાર આખા દેશમાં ધામધુમથી ઉજવાય છે. પુરીની રથયાત્રા દેશમાં સૌથી ફેમસ છે. આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ રથયાત્રાનું ભવ્ય જુલુસ નીકળે છે. આ તહેવાર અષાઢ સુદ બીજે આવે છે.

અમદાવાદમાં રથયાત્રા પહેલા જલયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20 જૂનના રોજ નીકળશે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં આ માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વખતે 72 વર્ષ બાદ નવા રથમાં બેસી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આગામી 4 જૂના રોજ જળયાત્રા યોજવાની છે. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરી અને લાવવામાં આવશે અને ભગવાનનો જલાભિષેક કરવામાં આવશે. જળયાત્રાના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ રહેશે.

જાણો પુરીની રથયાત્રા વિશે

પંચાંગ અનુસાર, અષાઢ મહિનાના શુક્લ પક્ષનો ઉત્તરાર્ધ 19 જૂન, 2023ના રોજ સવારે 11:25 વાગ્યે શરૂ થશે અને 20 જૂન, 2023ના રોજ બપોરે 01:07 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર રથયાત્રાનો તહેવાર 20 જૂને ઉજવવામાં આવશે.

ક્યારે છે જગતના નાથ જગન્નાથની રથયાત્રાઃ આ રહ્યા તિથિ અને સમય hum dekhenge news

હિન્દુ ધર્મમાં, પુરીના પ્રાચીન શહેરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ચાર ધામોમાંના એક ભગવાન જગન્નાથનું ધામ છે, જેની અંદર ભગવાન કૃષ્ણ જગન્નાથના રૂપમાં નિવાસ કરે છે. આ મંદિરમાં માત્ર તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જ નહીં પરંતુ ભગવાન જગન્નાથની સાથે અન્ય દેવતાઓ પણ હાજર છે, જેને જગતનો નાથ કહેવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, ભગવાન જગન્નાથ આખા વર્ષ દરમિયાન રથયાત્રામાં ભાગ લઈને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. અહીં રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર પ્રખ્યાત ગુંડીચા માતાના મંદિર જાય છે.

આ પણ વાંચોઃ હિંદુઓ એક જ ગોત્રમાં કેમ લગ્ન કરતા નથી? શું છે તેની પાછળનું કારણ?

Back to top button