15 મી વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પશુ આરોગ્ય મેળાની ચર્ચા થઈ રહી હતી ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કૃષિમંત્રી રાઘવજી પટેલને ટૂંક જવાબ આપે તેવો આગ્રહ કર્યો હતો જેથી કૃષિમંત્રીએ એવી દલીલ કરી કે, અધ્યક્ષશ્રી, માહિતી લોકો સુધી પહોંચે તે જરૂરી છે. રાઘવજીની આ વાત સાંભળીને વિપક્ષમાંથી કોઈએ સવાલ કર્યો કે તો પછી વિધાનસભા ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કેમ કરતાં નથી, જો જીવંત પ્રસારણ કરવામાં આવે તો સામાન્ય નાગરિક પણ ઘરે બેઠા ગૃહની કામગીરી નિહાળી શકે. હવે તો બહુમતી આવી છે છતાંય જીવંત પ્રસારણ કેમ કરવામાં નથી આવતું તેવું ખુદ સત્તા પક્ષમાંથી જ ઉઠ્યો હતો. આ અગાઉ લોકસભાના સ્પીકર ઓમ બિરલા જ્યારે ઘનધિનાગર આવ્યા હતા ત્યારે તેમણે પણ આ બાબતે સવાલ પૂછાયો હતો ત્યારે તેમણે પણ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી 2023 : આજે નાગાલેન્ડ-ત્રિપુરા-મેઘાલય ચૂંટણીના રિઝલ્ટ, કોણ મારશે બાજી ?
ઉલ્લેખનીય છે કે લોકસભા, રાજ્યસભા સહિત અન્ય ઘણા ભારતના રાજ્યોમાં વિધાનસભા ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે ત્યારે ગુજરાત મોડલ જે આખા દેશમાં બહુ ચર્ચિત છે તેની વિધાનસભા ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવતું નથી.