ટ્રેન્ડિંગધર્મમહાકુંભ 2025

પ્રયાગરાજ મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે છે? જાણો તારીખ અને મહત્ત્વ

  • મહાકુંભ મેળો 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. જાણો મહા કુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે છે

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ શાસ્ત્રોમાં મહા કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં શાહી સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. હાલમાં યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. મહા કુંભમાં અમૃત સ્નાન અથવા શાહી સ્નાનની પણ વ્યવસ્થા છે. જાણો મહા કુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે છે અને તેનું શું મહત્ત્વ છે

મહા કુંભનું છેલ્લું શાહી સ્નાન ક્યારે છે?

મહા કુંભનું છેલ્લું શાહી સ્નાન મહા શિવરાત્રીના રોજ કરવામાં આવશે . આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે કુંભ મેળાનો અંતિમ દિવસ હશે. દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનનું પ્રતીક છે.

પ્રયાગરાજ મહાકુંભનું છેલ્લું સ્નાન ક્યારે છે? જાણો તારીખ અને મહત્ત્વ hum dekhenge news

મહાશિવરાત્રીનો શુભ સમય

આ તહેવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 08:54 વાગ્યે સમાપ્ત થશે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રી 2024: બીલીપત્ર ચઢાવવાથી કેમ પ્રસન્ન થાય છે મહાદેવજી?

મહા શિવરાત્રી સ્નાન-દાનના મુહૂર્ત

બ્રહ્મ મુહૂર્ત- સવારે 05:09થી 05:59
પ્રાતઃ સંધ્યાઃ સવારે 05:34 થી 06:49
અમૃત કાળઃ સવારે 7:28થી 09:00
વિજય મુહૂર્ત- બપોરે 02:29 થી 03:15 સુધી
સંધિકાળ મુહૂર્ત- સાંજે 6:17 થી 06:42 સુધી

આ પણ વાંચોઃ મૌની અમાવસ્યા પર મહાકુંભમા સ્નાનનું મુહૂર્ત અને મહત્ત્વ જાણો

મહા કુંભ શાહી સ્નાનની તારીખો

પ્રથમ શાહી સ્નાન – 13 જાન્યુઆરી (પૌષ પૂર્ણિમા)
બીજું શાહી સ્નાન – 14 જાન્યુઆરી (મકરસંક્રાંતિ)
ત્રીજું શાહી સ્નાન – 29 જાન્યુઆરી (માઘ અમાવસ્યા)
ચોથું શાહી સ્નાન – 3 ફેબ્રુઆરી (વસંત પંચમી)
પાંચમું શાહી સ્નાન – 13 ફેબ્રુઆરી (માઘ પૂર્ણિમા)
છેલ્લું શાહી સ્નાન – 26 ફેબ્રુઆરી (મહા શિવરાત્રી)

મહા શિવરાત્રી પર સ્નાન અને દાનનું મહત્ત્વ

મહાશિવરાત્રિ પર કુંભ મેળામાં સ્નાન અને દાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અનેક યજ્ઞો સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અંતે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં માળા વેચતી મોનાલીસાને લાગી લોટરી, બોલીવુડમાં થાઈ શકે છે એન્ટ્રી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button