વર્ષનું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત નવેમ્બરમાં ક્યારે છે? આ ઉપાય બનાવશે ધનવાન
- નવેમ્બરમાં આ વર્ષનું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત 28 નવેમ્બર 2024ના રોજ છે. ગુરૂ પ્રદોષ વ્રત સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ કારતક મહિનામાં ગુરુ પ્રદોષ વ્રતનો સંયોગ છે, પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે, જેઓ ભોલેનાથની પૂજા કરે છે તેમને તમામ ભૌતિક સુખો મળે છે. આવી સ્થિતિમાં જ્યારે ત્રયોદશી ગુરૂવારે આવે છે, ત્યારે તેને ગુરૂ પ્રદોષ વ્રત કહેવાય છે. કારતક વદ તેરસે આ વખતે ગુરૂ પ્રદોષનો શુભ સંયોગ બની રહ્યો છે.
ગુરૂ પ્રદોષ વ્રત સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ દિવસે જે લોકો વિધિ-વિધાન પ્રમાણે શિવલિંગની પૂજા કરે છે તેમને ધનની તંગીનો સામનો કરવો પડતો નથી. જાણો વર્ષ 2024નું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત ક્યારે છે.
નવેમ્બર 2024માં છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત
નવેમ્બરમાં આ વર્ષનું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત 28 નવેમ્બર 2024ના રોજ છે. આ વર્ષનું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત હશે. ગુરુ પ્રદોષ વ્રત ધન, સુખ, સૌભાગ્ય અને સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય માનવામાં આવે છે.
ગુરૂ પ્રદોષ વ્રત 2024 મુહૂર્ત
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 28 નવેમ્બર 2024ના રોજ સવારે 06:23 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 29 નવેમ્બર 2024ના રોજ સવારે 08:39 વાગ્યે સમાપ્ત થશે.
શિવ પૂજા સમય – સાંજે 05.24થી 08.06 સુધી
ગુરૂ પ્રદોષ વ્રત કેમ છે અસરકારક?
ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરૂને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર જે લોકો શિવની આરાધના કરે છે તેમને નવગ્રહોના આશીર્વાદ મળે છે. ગુરૂ પ્રદોષ વ્રત રાખનારની કુંડળીમાં ગુરૂ ગ્રહ બળવાન બને છે. ગુરૂ એ સંપત્તિ, નસીબ, ઐશ્વર્ય, બાળકો અને લગ્ન માટે જવાબદાર ગ્રહ છે. આ બધાં સુખો ગુરૂની કૃપાથી પ્રાપ્ત થાય છે. સાચા મનથી આ વ્રત કરનાર વ્યક્તિ ધનવાન બની શકે છે.
આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન મહાદેવ કૈલાશ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતાઓ તેમના ગુણોની સ્તુતિ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ભક્ત અને વ્રત કરનાર વ્યક્તિના જીવનનો દરેક દોષ દૂર થાય છે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં રામના વિવાહોત્સવની ભવ્ય તૈયારીઓ, આજનો દિવસ એકદમ ખાસ; જાણો આખો પ્રોગ્રામ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ