ટ્રેન્ડિંગધર્મ

કારતક માસની અમાસ ક્યારે? શું હોય છે તેનું મહત્ત્વ?

Text To Speech
  • કારતક માસની અમાસે દાન અને સ્નાન કરવાનું મહત્ત્વ હોય છે. જાણો ક્યારે રાખવામાં આવશે અમાસનું વ્રત

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં કારતક વદ અમાસનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. કારતક માસની અમાસના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કારતક અમાસનો શુભ સમય, પૂજા પદ્ધતિ, ઉપાય અને મહત્ત્વ

અમાસનું શુભ મુહૂર્ત જાણો

પંચાંગ પ્રમાણે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસ 30 નવેમ્બરે સવારે 10:29 કલાકે શરૂ થશે અને 01 ડિસેમ્બરે સવારે 11.50 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર 1લી ડિસેમ્બરે અમાસનું વ્રત રાખવામાં આવશે.

કારતક માસની અમાસ ક્યારે? શું હોય છે તેનું મહત્ત્વ? hum dekhenge news

જાણો અમાસે કેવી રીતે કરશો પૂજા

  • સ્નાનાદિ બાદ મંદિરને સાફ કરો.
  • ભગવાન ગણેશને વંદન કરો
  • પંચામૃત સાથે ગંગા જળથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો.
  • હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો.
  • મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો
  • શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો
  • ભગવાન વિષ્ણુની પૂરી શ્રદ્ધા સાથે આરતી કરો.
  • તુલસીના પાન સાથે ભોગ અર્પણ કરો.
  • અંતે ક્ષમા પ્રાર્થના કરો

કારતકની અમાસનું શું છે મહત્ત્વ?

કારતક અમાસના દિવસે દાન અને સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ અમાવાસ્યાના દિવસે દાન કરવાથી પિતૃ દોષની અશુભ અસર ઓછી થઈ શકે છે. આ સિવાય આ અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. સાથે જ આ દિવસે ગાય, કાગડા અને કૂતરાને ખવડાવવાથી જીવનની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

આ પણ વાંચોઃ બુધની વૃશ્ચિક રાશિમાં ઉલટી ચાલ, તમામને અસર, પરંતુ ચમકશે ત્રણ રાશિનું ભાગ્ય

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

Back to top button