વિશેષ

ક્યારે છે શ્રાવણની પૂર્ણાહૂતિ અને સોમવતી અમાસ? જાણો સ્નાન-દાનનું મહત્ત્વ

  • જો અમાસ સોમવારના દિવસે આવતી હોય તો તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. જાણો શ્રાવણની પૂર્ણાહૂતિ ક્યારે થાય છે 

HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ છે. જો અમાસ સોમવારના દિવસે આવતી હોય તો તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. તેની એક તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે. સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. તેનાથી બાળકના જીવનમાં ખુશીઓ આવે છે. જાણો શ્રાવણની પૂર્ણાહૂતિ અને સોમવતી અમાસ ક્યારે છે? જાણો સ્નાન અને દાન માટેનો શુભ સમય.

સોમવતી અમાસનું મહત્ત્વ

સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ છે. એવું કહેવાય છે કે જો આ તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે તો જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.

ક્યારે છે શ્રાવણની પૂર્ણાહૂતિ અને સોમવતી અમાસ? જાણો સ્નાન-દાનનું મહત્ત્વ
 hum dekhenge news

સોમવતી અમાસનું મુહૂર્ત

પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની અમાસ તિથિ 2 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 5:21 વાગ્યે શરૂ થશે. તે બીજા દિવસે 3 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 7:24 કલાકે સમાપ્ત થશે.

બ્રહ્મ મુહૂર્ત સવારે 4.38 વાગ્યાથી 5.24 સુધી
પૂજા મુહૂર્ત સવારે 06.09 વાગ્યાથી 7.44 સુધી

ક્યારે છે શ્રાવણની પૂર્ણાહૂતિ અને સોમવતી અમાસ? જાણો સ્નાન-દાનનું મહત્ત્વ Hum dekhenge news

સોમવતી અમાસના દિવસે શું કરવામાં આવે છે?

સોમવતી અમાસે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો જોઈએ. લોટના ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો અને કીડીયારું પુરો. પીપળો, વડ, કેળા, તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ. તેમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવતી અમાસ પર કરવામાં આવેલ આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે.

સોમવતી અમાસે કોની પૂજા કરવામાં આવે છે?

સોમવતી અમાસના દિવસે પૂર્વજો અને શિવજીની પૂજા કરવામાં છે. આ દિવસે સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરો. ત્યારબાદ કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને ચૌમુખી ઘીનો દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરો. આ દિવસે વ્રત રાખવાથી પરિવારમાં ખુશીઓ રહે છે. પતિનું આયુષ્ય વઘે છે. સંતાનો સુખી રહે છે. કામકાજમાં આવતા અવરોધો સમાપ્ત થાય છે. અટકેલા કામો પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં બુધ, શુક્ર, સૂર્ય અને કેતુનો સંયોગ બનાવશે ધનવાન, જાણો કોની ચમકશે કિસ્મત

Back to top button