ક્યારે છે શનિ જયંતિઃ જાણો પૂજા, મહત્ત્વ અને ઉપાય
- દર વર્ષે શનિ જયંતિ વૈશાખ મહિનાના વદ અમાસના દિવસે મનાવાય છે.
- આ વર્ષે શનિ જયંતિ 19 મે, 2023ના રોજ મનાવાશે.
- શનિ જયંતિ પર ભગવાન શનિના પૂજા પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે.
તમામ નવ ગ્રહમાં શનિનું વિશેષ મહત્ત્વ હોય છે. શનિદેવ સુર્યદેવ અને માતા છાયાનું સંતાન છે. હિંદુ પંચાગ અનુસાર દર વર્ષે શનિ જયંતિ વૈશાખ મહિનાના વદ અમાસના દિવસે મનાવાય છે. આ કારણથી આ તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે ભગવાન શનિદેવની વિશેષ પૂજા-આરાધના થાય છે. આ વર્ષે શનિ જયંતિ 19 મે, 2023ના રોજ મનાવાશે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફલદાતા અને ન્યાયાધિપતિનો દરજ્જો મળ્યો છે. શનિ સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ રહેતા જાતકોના જીવનમાં બદલાવ જોવા મળે છે. જે જાતકોના જીવનમાં શનિ સાડાસાતી અને શનિ સંબંધિત કોઇ દોષ હોય તો તેને ઘટાડવા માટે શનિ જયંતિના દિવસે શનિની પૂજા કરવાનું લાભદાયક માનવામાં આવે છે.
શનિ જયંતિ તિથિ અને પૂજા મુહૂર્ત 2023
વૈશાખ વદ અમાસ 18 મે રાતે 9.43થી શરૂ કરીને 19 તારીખ રાતે 9.21 સુધી.
ઉદય તિથિના આધાર પર 19 મેના રોજ શનિ જયંતિનો ઉત્સવ મનાવાશે. આ દિવસે શનિદેવની પૂજા અને દાન કરવાનુ શુભ રહેશે.
કેવી રીતે કરશો શનિદેવની પૂજા
શાસ્ત્રોમાં શનિ જયંતિ પર ભગવાન શનિના પૂજા પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. શનિ જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સાફ-સુથરા કપડા પહેરીને સુર્યદેવને અર્ધ્ય આપો. ત્યારબાદ ઘર પાસે આવેલા મંદિરમાં જઇને શનિદેવને સરસવના તેલનો દીપક પ્રગટાવો. ત્યારબાદ શનિદેવને જળમાં કાળા તલ અને વાદળી રંગના ફુલ મિક્સ કરીને અર્પિત કરો. ત્યારબાદ શનિદેવ સાથે જોડાયેલા મંત્રોનો જાપ કરો અને અંતમાં શનિદેવની આરતી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શનિ દેવના મંત્રો
– ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।
– ॐ शं शनैश्चराय नमः।
– ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
– ऊँ शन्नोदेवीर-भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।
-ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।
શનિજયંતિ પર કરો આ ઉપાય
- કરિયરમાં સફળતા મેળવવા માટે શનિ જયંતિના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના નવ દીવા કરો.
- સંતાન સુખ પ્રાપ્તિ માટે શનિ મંદિર જઇને જળ ચઢાવો અને પીપળાના ઝાડને કાળા તલ મેળવેલુ જળ ચઢાવો.
- સાથે શનિના મંત્રોનો સતત જાપ કરો. આ ઉપાયથી જીવનમાં સંતાન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે
- કુંડળીમાંથી શનિ દોષ ખતમ કરવા માટે ગંગા સ્નાન અને દાન કરો.
આ પણ વાંચોઃ સતત દોઢ કલાક ચલાવી રહ્યા હો નવી કાર, તો ચેતજોઃ આ છે ખતરો