સફલા એકાદશી ક્યારે છે અને કેમ હોય છે ખાસ? જાણો શું કરવાથી થશે ફાયદા?


સફલા એકાદશીનું વ્રત માગશર વદ અગિયારસના દિવસે રખાય છે. આ ઉપવાસ કરવાથી આયુષ્ય અને આરોગ્યની રક્ષા થાય છે. સાથે સાથે આ વ્રતથી વ્યક્તિને પોતાના કાર્યોમાં સફળતા મળે છે. વ્યક્તિને ભૌતિક સુખ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. આ વખતે સફલા એકાદશી 19 ડિસેમ્બર 2022ના રોજ રાખવામાં આવશે.
કેમ ખાસ હોય છે આ એકાદશી?
સફલા એકાદશીના દિવસે કરેલો દરેક પ્રયોગ સફળ થઇ જાય છે. આ દિવસે આરોગ્ય સાથે જોડાયેલો મહાપ્રયોગ કરવાથી લાભ મળે છે. આ દિવસે વ્રત કરવાથી ધન, વેપારમાં લાભ મળે છે. સંતાન પ્રાપ્તિ અને સંતાનની બહેતર શિક્ષામાં લાભ થાય છે. નોકરીમાં સફળતા માટે તે સૌથી શુભ તિથિ છે.
કેવી રીતે કરશો વ્રત?
એકાદશીની સવારે કે સાંજે ભગવાનની પુજા કરો. મસ્તક પર સફેદ ચંદન કે ગોપી ચંદન લગાવીને પુજા કરો. પંચામૃત, પુષ્પ અને ફળો અર્પિત કરો. જો ઉપવાસ રાખ્યો હોય તો સાંજે આહાર ગ્રહણ કર્યા પહેલા જળમાં દીપદાન કરો. આ દિવસે ગરમ વસ્ત્રો કે અન્નનું દાન કરવુ પણ વિશેષ ગણાય છે.
સફલા એકાદશી પર કરો આ પ્રયોગ
- નોકરીમાં સફળતા મેળવવા માટે તમારા જમણાં હાથમાં પીળુ ફુલ લઇને નોકરીમાં સફળતાનું વરદાન ભગવાન વિષ્ણુ પાસે માંગો
- ગાયના ઘીનો દીવો કરી નારાયણ કવચનો પાઠ કરો અને સફલા એકાદશીના દિવસથી સતત 11 વાર નારાયણ કવચનો પાઠ કરો. નોકરીની પરેશાની ખતમ થશે અને સફળતા મળશે.
- જો તમારે ધન સંબંધિત સમસ્યા હોય તો રોજ સવારે પાણીમાં લાલ ફુલ નાંખીને સુર્યદેવને અર્પિત કરો. રોજ સાંજે પુજા સ્થના પર ઘીનો ચૌમુખી દિપક જલાવો.
- સંતાન પ્રાપ્તિ માટે ચાંદીના વાસણમાં ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પિત કરો. 108 વખત ॐ નમો નારાયણાય મંત્રનો જાપ કરો.