ટ્રેન્ડિંગધર્મ

ક્યારે છે રંગભરી એકાદશી? શું છે હોળી પહેલા આવતી અગિયારસનું મહત્ત્વ?

  • રંગભરી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે.

હોળી પહેલા આવતી એકાદશીને રંગભરી એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. રંગભરી એકાદશીને આમલકી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. જે રીતે હોળાષ્ટકથી હોળીની શરૂઆત થાય છે તે રીતે કાશીમાં રંગભરી એકાદશીથી હોળીની શરૂઆત થાય છે.

કેમ કાશીમાં ઉજવાય છે રંગભરી એકાદશી?

રંગભરી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે આંબળાના વૃક્ષની પણ પુજા પણ કરવામાં આવે છે. ભગવાન શિવને આ દિવસે અબીલ ગુલાલ લગાવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ માતા પાર્વતીને પહેલી વાર કાશી આ જ એકાદશી પર લાવ્યા હતા. ભગવાન શિવ અને પાર્વતીનું સ્વાગત લોકોએ અબીલ ગુલાલ ઉડાડીને કર્યુ હતુ. આ કારણે રંગભરી એકાદશીનો ઉત્સવ કાશીમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથને દુલ્હાની જેમ સજાવવામાં આવે છે. એવી માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથ નગર ભ્રમણ પર નીકળે છે અને ચારેય બાજુ લાલ, લીલુ, પીળુ ગુલાલ ઉડાડવામાં આવે છે. કાશી વિશ્વનાથથી લઈને મહાકાલ મંદિર સુધી રંગભરી એકાદશી પર વિશેષ કાર્યક્રમ હોય છે.

ક્યારે છે રંગભરી એકાદશી? શું છે હોળી પહેલા આવતી આ અગિયારસનું મહત્ત્વ? hum dekhenge news

ક્યારે છે રંગભરી એકાદશી?

આ વર્ષે રંગભરી એકાદશી 19 માર્ચના રોજ શરૂ થવા જઈ રહી છે અને તે 20 માર્ચે બપોરે બે વાગ્યે ખતમ થશે. 20 માર્ચના દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 21 માર્ચના રોજ રંગભરી એકાદશીના વ્રતના પારણા કરાશે. આ વખતે રંગભરી એકાદશી પર પુષ્ય નક્ષત્ર છે. તેથી આ દિવસે એકાદશી પર પુણ્ય ફળ મળશે.

મુહૂર્ત અને પૂજા વિધિ

એકાદશી તિથિનો પ્રારંભ 19 માર્ચે બપોરે 12.22 વાગ્યે થશે અને તે 20 માર્ચના રોજ બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે. રંગભરી એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડું બિછાવીને માતા પાર્વતી અને લક્ષ્મીજીને સુહાગની વસ્તુઓ અર્પિત કરવી જોઈએ અને ફૂલ અર્પિત કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને તિલક લગાવીને મીઠાઈ અને ફળ ધરાવો. ત્યારબાદ આરતી કરીને પૂજા સંપન્ન કરો.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ ક્યારથી? જાણો તારીખ, મુહૂર્ત અને શુભ યોગ

Back to top button